Mathura Train Accident:પાટા ઉપર ઉભા રહેવાના બદલે ઈએમયૂ ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી, કોઈ જાનહાની નહીં, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-27 17:34:28

મથુરામાં  એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ છે. રેલવે પાટા પર ચાલતી ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ. શકૂરબસ્તી-નવી દિલ્હી-મથુરા શટલ ઈએમયૂ ટ્રેન પ્લેટફોર્મ-બે પર ચઢી ગઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર  સામે આવ્યા નથી. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ આવી પહોંચી ત્યારે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા પેસેન્જરો ભાગવા લાગ્યા. આ ઘટનામાં પેસેન્જરો તો બચી ગયા પરંતુ અનેક પેસેન્જરોનો સામાન ટ્રેન નીચે આવી ગયો હતો. એવી પણ માહિતી સામે આવી હતી કે ટ્રેનમાં બેઠેલા મુસાફરો ઉતરી પણ ગયા હતા. 

પ્લેટફોર્મ પર ઉભી રહેવાની જગ્યાએ પ્લેટફોર્મ પર ચઢી ટ્રેન 

ઘટના કેવી રીતે સર્જાઈ તેની વાત કરીએ તો મંગળવાર રાત્રે 10.55 વાગ્યાની આસપાસ લોકો પાયલટ ટ્રેનનું એન્જિન બંધ કરી ટ્રેનને બંધ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર એન્જીન બંધ થવાને બદલે જલ્દીથી ભાગવા લાગી. ટ્રેનને પ્લેટફોર્મ પર  આવતી જોઈ મુસાફરો ભાગવા લાગ્યા. મુસાફરો તો બચી ગયા પરંતુ તેમનો સામાન દબાઈ ગયો.

 


વીજળી પોલ સાથે અથડાતા ટળી મોટી દુર્ઘટના 

આ ઘટનામાં સારી વાત એ હતી કે આ દુર્ઘટના સર્જાઈ તેની થોડી જ દૂર વિજળીનો પોલ હતો. ટ્રેન એની સાથે ભટકાઈ અને રોકાઈ ગઈ. જો વીજળી પોલ ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. મોટી દુર્ઘટના ન સર્જાઈ તેને લઈ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટના કયા કારણોસર બની તેને જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઓડિશામાં થોડા મહિના પહેલા એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ત્રણ ટ્રેન આસપાસમાં ભટકાઈ હતી. એ રેલવે દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.