સસ્પેન્ડેડ માવજી દેસાઈ ભાજપના કાર્યક્રમમાં જોવા મળતા કાર્યકરોમાં રોષ, PM મોદીને કરશે રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-04-11 15:09:20

ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા માવજી દેસાઈ ભાજપના સ્થાપના દિવસે જોવા મળતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના સ્થાપના દિવસે મોરીયામાં આયોજીત કાર્યક્રમમાં માવજી દેસાઇ ખેસ પહેરીને ભાજપના અગ્રણી નેતાઓ સાથે ઉપસ્થિત રહેતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિધાનસભાની ચૂંટણી વખતે માવજી દેસાઈનું પત્તુ કપાતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જો કે ભાજપે પણ તેમને આજીવન સભ્યપદેથી દુર કર્યા હતા.


માવજી દેસાઈનું માનસ પરિવર્તન કેમ?


માવજી દેસાઈ શા માટે ભાજપના કાર્યક્રમમાં શા માટે ઉપસ્થિત તેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે હાલમાં જ્યારે ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી આવી છે ત્યારે માવજી દેસાઇ અસ્તિત્વ બચાવવા માટે ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના ખેસ પહેરીને પહોંચી જાય છે. પરંતુ ભાજપ સ્થાપના દિવસે જીલ્લાના ભાજપના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરીને સ્ટેજ ઉપર બેસતા ધાનેરાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


કાર્યકર્તાઓ PM મોદીને રજૂઆત કરશે


વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા જતા ત્યારે આ લોકોની ગાળો ખાધી છે તેમજ ભાજપને નુકસાન કરવા છતાં જો આવા આજીવન સસ્પેન્ડ કરેલા લોકોને આગળ બેસાડવામાં આવતા હોય તો બીજા લોકો પણ આગામી સમયમાં બળવા કરશે અને તે પાછા માફી માંગીને આવી જશે.આ બાબતે 200 કાર્યકર્તાઓ સહી કરી પ્રધાનમંત્રીને રજૂઆત કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે