મયૂર તડવી પાર્ટ-2! લોકરક્ષક ભરતી કૌભાંડનો પર્દાફાશ થતાં Yuvrajsinh Jadejaએ આપી પ્રતિક્રિયા, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-08-23 17:37:23

રાજકોટમાં એલઆરડી ભરતી કૌભાંડ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બોગસ સર્ટિફિકેટ લઈ પ્રવેશ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગમાં ભરતી થાય તે પહેલા જ આ કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યો હતો. ચાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શારીરિક કસોટીમાં નાપાસ થયેલા પ્રદીપ મકવાણાએ નકલી સર્ટિફિકેટ બનાવી પ્રવેશ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ કૌભાંડનો પર્દાફાશ થતાં યુવરાજસિંહ એક્ટિવ મોડમાં દેખાયા છે. યુવરાજસિંહે આ સમગ્ર ઘટનાને મયૂર તડવી સાથે સરખાવી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે મયૂર તડવી પાર્ટ 2 બનવા જતી ઘટના તંત્ર માટે એલાર્મ રૂપ. વધુમાં તેમણે લખ્યું કે વ્યક્તિ ડુપ્લીકેટ નીમણુંક પત્ર બનાવી ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી જાય છે. ગયા વખતે મયૂર તડવી હતો તો આજ વખતે પ્રદીપ ભરતભાઈ મકવાણા છે.

એલઆરડી ભરતી કૌભાંડ વિશે યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા 

ગુજરાતમાં ફરી એક કૌભાંડ સામે આવ્યું છે. એલઆરડી ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા ચકચાર થઈ ગયો હતો. આ મામલે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  થોડા સમય પહેલા યુવરાજસિંહ અનેક કૌભાંડોનો પર્દાફાશ કરે છે. થોડા સમય પહેલા ડમી કાંડ મામલે તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. નકલી ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે છે. ત્યારે LRD ભરતી કૌભાંડને લઈ યુવરાજસિંહે સરકારને ઘેરી છે. 


જો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોત....

ટ્વિટ કરતા યુવરાજસિંહે લખ્યું કે વ્યક્તિ ડુપ્લીકેટ નીમણુંક પત્ર બનાવી ટ્રેનિંગ સેન્ટર સુધી પોહચી જાય છે. ગયા વખતે મયૂર તડવી હતો તો આજ વખતે પ્રદીપ ભરતભાઈ મકવાણા છે. આ વખતે જે ડુપ્લીકેટ અને બોગસ નીમણુંક પત્ર બનાવવામાં આવ્યો છે તે ચોટીલા થી બનાવમાં આવેલ અને ફક્ત એક નહિ 28 નીમણુંક પત્ર બનાવમાં આવેલ. મયૂર તડવીની જેમ પ્રદીપ મકવાણા પણ ફિઝિકલ પરીક્ષા નાપાસ હતો અને નકલી કોલલેટર ને પાસનો સહી સિક્કા વાળો લેટર બનાવે છે. ભૂતકાળની ઘટના માંથી બોધપાઠ લઈ દંડાત્મક કાર્યવાહી થઈ હોત તો આ ઘટનાનું પુનરાવર્તન ન થયું હોત.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે