Medi Assist Healthcareનો IPO આગામી સોમવારે ખુલશે, કેટલું ચાલી રહ્યું છે GMP, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-10 17:58:15

હેલ્થકેર સેવાઓ પૂરી પાડતી કંપની Medi Assist Healthcare IPOનો IPO આવતા સોમવારે બજારમાં આવી રહ્યો છે. આ IPOની પ્રાઇસ બેન્ડ શું હશે, તેની આજે જાહેરાત કરવામાં આવી હતી. કંપનીએ આ IPOની પ્રાઇસ બેન્ડ રૂ.397 થી રૂ.418 પ્રતિ શેર નક્કી કરી છે. અમે તમને આ IPO વિશે બધું જણાવી રહ્યા છીએ. અમે તમને એ પણ જણાવીશું કે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ (GMP) શું ચાલી રહ્યું છે.


પ્રાઇસ બેન્ડ કેટલું છે?


મેડી આસિસ્ટનો IPO આવતા સોમવારે એટલે કે 15 જાન્યુઆરી, 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો તેમાં 17 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. એન્કર રોકાણકારો માટે બિડિંગ ડે શુક્રવાર, જાન્યુઆરી 12, 2023 છે. આ IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 397 થી રૂપિયા 418 નક્કી કરવામાં આવી છે. IPOમાં ફ્લોર પ્રાઇસ ફેસ વેલ્યુના 79.40 ગણી અને કેપ પ્રાઇસ 83.60 ગણી છે. ફ્લોર પ્રાઇસ પર PE રેશિયો 36.66 ગણો છે અને કેપ પ્રાઇસ પર 38.60 ગણો છે. IPO ની લોટ સાઈઝ 35 શેર અને ત્યાર બાદ 35 ના ગુણાંકમાં છે.


લિસ્ટિંગ ક્યારે થશે?


Medi Assist Healthcare Services IPOમાં શેરની ફાળવણીનો નિર્ણય 18 જાન્યુઆરીએ લેવામાં આવી શકે છે. જ્યારે, શેરનું લિસ્ટિંગ 22 જાન્યુઆરીએ થવાનું અનુમાન છે. Medi Assist IPO નો 50% ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે, 15% નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NIIs) માટે અને 35% છૂટક રોકાણકારો માટે રિઝર્વ છે.


કંપનીનો બિઝનેશ શું છે?


Medi Assist Healthcare Services Limited તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ MedVantage TPA, Raksha TPA અને Medi Assist TPA દ્વારા વીમા કંપનીઓને થર્ડ પાર્ટી વહીવટી સેવાઓ પૂરી પાડે છે. તે એવી સંસ્થા છે જે વીમા કંપનીઓ વતી આરોગ્ય વીમા દાવાઓનું સંચાલન કરે છે અને નેટવર્ક મેનેજમેન્ટ, પોલિસી એડમિનિસ્ટ્રેશન અને ગ્રાહક સેવા જેવી સેવાઓ પ્રદાન કરે છે. કંપની તેની પેટાકંપની IHMS, Mayfair India, Mayfair UK, Mayfair Group Holding, Mayfair ફિલિપાઇન્સ અને Mayfair સિંગાપોરની મદદથી કંપની વધારાની આરોગ્ય અને સહાયક સેવાઓ પણ પૂરી પાડે છે. આમાં હોસ્પિટલાઇઝેશન, કોલ સેન્ટર, કસ્ટમર રિલેશન્સ, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ, બિલિંગ અને ક્લેમ પ્રોસેસિંગ સર્વિસીસનો સમાવેશ થાય છે.

 

GMP શું ચાલી રહ્યું છે?


મેડી અસિસ્ટ હેલ્થકેર આઈપીઓ બુધવારે સવારે ગ્રે માર્કેટમાં રૂ. 80ના પ્રીમિયમ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જો તેની કિંમત પ્રાઇસ બેન્ડના ઉપરના સ્તરે 418 રૂપિયા નક્કી કરવામાં આવે તો તેને 19.14 ટકા વધુ પ્રીમિયમ મળતું હોવાનું જણાય છે. એટલે કે રૂ. 498નું લિસ્ટિંગ ગેઈન મળે તેવી શક્યતા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.