ગાંધીનગરના શેરથામાં માલધારીઓનો જમાવડો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:21:42

STORY BY SAMIR PARMAR

ગુજરાત સરકાર સામે અનેક લોકોએ મોરચો માંડ્યો છે તેમાં આજે માલધારી સમાજના લોકોની પશુ નિયંત્રણ કાયદો રજ દરવા માટે ગાંધીનગરના શેરથા ખાતે માલધારી વેદના સભા મળી છે. આખા ગુજરાતના માલધારીઓ મળીને સરકાર સામે કાયદો રદ કરવા મામલે બેઠક કરી છે. 


આ બેઠકમાં શું થશે?

શેરથાની બેઠકમાં સરકારને ઘેરવા માટે આગામી આયોજનો મામલે ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં કેવી રીતે મુદ્દો ઉઠાવવો તે મામલે ચર્ચા કરવામાં આવી હતી. સભામાં ભુવાઓ, માલધારી સમાજના વડાઓ અને માલધારી નેતાઓ ભેગા થયા.   


માલધારીઓનું શું કહેવું છે?

માલધારી નેતાઓનું માનવું છે કે સરકાર ગૌચર માટે જમીન નથી આપતી પણ ઉદ્યોગપતિઓને તો તરત જમીન ધરી દેય છે. સરકારે પશુઓને રાખવા માટે શહેરમાં વ્યવસ્થા જ નથી કરી. પશુ ચરવા ક્યાં જાય તે માટે કોઈ વ્યવસ્થા નથી. 


માલધારીઓની બેઠક મામલે સરકારના માલધારી સેલનો શું મત છે? 

જમાવટે ભાજપના માલધારી સેલના સંજય દેસાઈ જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "માલધારી સમાજના સંતો અને ભુવાજી સહિતના આગેવાનો સાથે મળીને સરકારે ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચી લીધો છે. આ સત્રમાં ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની રજૂઆત કરવામાં આવી છે. શેરથા માલધારી સમાજની બેઠક કોંગ્રેસ પ્રેરીત છે અને રાજકારણમાં પોતાનો રોટલો શેકવા માટે કોંગ્રેસ અંદરખાને માલધારીઓને છેતરી રહી છે. દર ચૂંટણી સમયે કોંગ્રેસ ચિત્રમાં આવ્યા વગર માલધારી લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે. સરકારે માલધારી સમાજને બાંહેધરી આપી છે તે મુજબ ઢોર નિયંત્રણ કાયદો ચોક્કસ રદ કરવામાં આવશે તેવી મને ખાત્રી છે." 


22 સપ્ટેમ્બરે વિધાનસભાનું સત્ર મળશે  

આગામી 22 સપ્ટેમ્બરે વિધાનસભા ગૃહમાં સત્ર મળશે ત્યારે માલધારીઓ ઢોર નિયંત્રણ કાયદો પાછો લેવા માટે માગણી કરશે. વિધાનસભા ગૃહમાં અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે, ખરડા પસાર થતા હોય છે ત્યારે માલધારી સમાજ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માગણી કરશે. 


હાઈકોર્ટે પશુ નિયંત્રણ મામલે સરકારને કર્યો હતો આદેશ 

ગુજરાતમાં અવાર નવાર રખડતા ઢોરથી અકસ્માત અને મોતના બનાવો સામે આવી રહ્યા હતા ત્યારે હાઈકોર્ટે ગુજરાત સરકારને સમગ્ર મામલે પગલા લેવા આદેશ કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાના કારણે સરકાર કોઈ રમતબાજી કરીને ફસાય તેવું નથી ઈચ્છતી. ગુજરાતમાં અનેક જગ્યાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 


શું છે ઢોર નિયંત્રણ કાયદો?

હાઈકોર્ટના આદેશ બાદ સરકારે પશુ નિયંત્રણ કાયદો રજૂ કર્યો હતો. માલધારીઓને પશુઓ માટે લાયસન્સ રાખવું, ગમાણનું નિરીક્ષણ કરવું, ટેગિંગ વગરના ઢોરને જપ્ત કરવામાં આવશે, ટેગિંગ વગરના ઢોરના 50 હજાર દંડ ફટકારાશે, પશુ રસ્તા પર રખડે નહીં તેની જવાબદારી પશુ માલિકની હશે, રસ્તે રખડતા ઢોરના માલિકને 10 હજારનો દંડ જેવા પ્રવધાનો ઢોર નિયંત્રણ કાયદાની અંદર રાખવામાં આવ્યા છે. 



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.