ધંધુકામાં કાલે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, 2100થી વધુ બોટલ એકત્રિત કરાશે, આસ્થા ફાઉન્ડેશને કર્યું છે આયોજન


  • Published By :
  • Published Date : 2023-07-28 19:48:42

આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા આવતી કાલે એટલે કે 29 જુલાઈના શનિવારના રોજ આયોજીત કરવામાં આવ્યો છે. આ કેમ્પનું આયોજન આસ્થા ફાઉન્ડેશનના સ્થાપક ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ કર્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ ધંધુકા સ્થિત શ્યામઘાટ સ્કૂલમાં આવતી કાલે સવારે 9 વાગ્યાથી સાંજના વાગ્યા સુધી યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા 2100 જેટલી બોટલ એકત્રિત કરવાનું લક્ષ્ય છે. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપના કાર્યકરોએ આજે ધંધુકા શહેરમાં રેલી યોજી હતી. આ ગ્રુપના સભ્યો ધંધુકાની આસપાસના ગામોના લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. 


આસ્થા ફાઉન્ડેશન વર્ષ 2018થી યોજે છે બ્લડ ડોનેશન કેમ્પ


આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ શહેરમાં અવારનવાર આ પ્રકારના બ્લડ કેમ્પનું આયોજન કરે છે. આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ  ચાવડાના નેતૃત્વમાં આસ્થા ફાઉન્ડેશનના નામથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત આ ગ્રુપ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. આસ્થા ફાઉન્ડેશન  સમૂહ લગ્ન અને બીજી સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ તેઓ જોડાયેલું છે. તેઓ દર વર્ષે 100થી વધુ દીકરીઓના લગ્ન કરાવે છે.


કોણ છે ઉપેન્દ્ર સિંહ ચાવડા?


ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હ્રદયદ્રાવક અકસ્માતમાં ઘર્મેન્દ્રસિંહ પરમાર નામના પોલીસકર્મીનું પણ મોત નિપજ્યું હતું. ધર્મેન્દ્રસિંહ તેમના ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતા. તેમને કાવ્યા બા નામની 1 વર્ષની દીકરી છે. આ દીકરીના અભ્યાસથી લઈને તમામ જવાબદારી આસ્થા ફાઉન્ડેશનના ઉપેન્દ્રસિંહ ચાવડાએ ઉપાડવાની જાહેરાત કરી છે. આસ્થા ફાઉન્ડેશનના ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડા ધંધુકાના જાળીયા ગામના વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. બિલ્ડીંગ કન્ટ્રકશનના કામ સાથે સંકડાયેલા ઉપેન્દ્રસિંહ સમાજ સેવા માટે હંમેશા આગળ રહે છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.