રાજ્યમાં મેઘરાજાની સવારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:48:38

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ગુરૂવાર અને શુક્રવારના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

મેઘરાજાની એન્ટ્રી

રાજ્યમાં ભારે વરસાદ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરૂવાર અને શુક્રવારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ મેઘરાજા મહેર વરસાવી શકે છે.  અચાનક વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. અનેક લોકો વરસાદને કારણે અટવાઈ પણ ગયા હતા.  

Gujarat In for Fresh Spells of Heavy Rains; Ahmedabad, Gandhinagar, Surat,  Vadodara, Rajkot on Alert Between August 5-9 | The Weather Channel

સાયક્લોન સર્ક્યુલેશનને કારણે સંભાવના વ્યક્ત કરાઈ 

સાયક્લોનની અસરને કારણે કોઈક વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત, મધ્યગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ ખાબકી શકે છે. કોઈ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અતિ ભારે વરસાદ થઈ શકે છે. વરસાદને કારણે અનેક ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પોતાના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

બેવડી ઋતુનો થાય છે અનુભવ

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગમે ત્યારે વરસાદ વરસી જતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવે છે. ડબલ સિઝનને કારણે અનેક લોકો શર્દી ખાંસી તેમજ તાવના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યુ તેમજ મલેરિયાના દર્દીઓ પણ વધી રહ્યા છે.         



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.