આજે Gujaratના આ જિલ્લાઓમાં જોવા મળશે મેઘમહેર.. જુઓ Jamawatનું Weather Analysis


  • Published By :
  • Published Date : 2023-09-18 09:08:03

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદની રિ-એન્ટ્રી થતાં જગતના તાતની ચિંતા ઓછી થઈ ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનાને લઈ આગાહી કરવામાં આવી હતી કે આ મહિનામાં અતિભારે વરસાદ  વરસી શકે છે જેને કારણે અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હવામાનની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગ પણ વરસાદને લઈ આગાહી અપડેટ કરતું રહે છે. રાજ્યમાં ફરી જામેલા વરસાદી માહોલને જોતા હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાઓ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવાર માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.


    


સપ્ટેમ્બર મહિનાએ ઘટાડી ખેડૂતોની ચિંતા 

જ્યારથી ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારથી વરસાદ વરસી રહ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં મેહુલો રિસાઈ ગયો હોય તેવું લાગ્યું હતું. ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો હતો. ત્યારે ઓગસ્ટ મહિનાને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોની ચિંતા ઘટાડી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલીઆગાહી મુજબ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. કોઈ જગ્યાઓ પર તો ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  



આ જગ્યાઓ માટે અપાયું છે રેડ એલર્ટ 

આજ માટે કરવામાં આવેલી આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ એટલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે