મહેસાણા: ડ્રાઇવિંગ લાયસન્સમાં સુધારો કરવા ખેડૂતના દોઢ વર્ષથી RTO કચેરીના ધરમ ધક્કા


  • Published By :
  • Published Date : 2023-12-13 22:42:33

આપણા ટેક્ષના પૈસામાંથી તગડો પગાર લેનારા સરકારી અધિકારીઓ સરકારી કચેરીઓમાં સામાન્ય માણસોને ધક્કા ખવડાવતા હોય છે અને આ વાત હવે આપણા માટે સામાન્ય થઇ ગઈ છે. કારણ કે કોઈ પણ કચેરીમાં જાઓ અરજદારોની આ ફરિયાદો હોય જ છે. આવી જ એક ફરિયાદ સામે આવી છે જેમાં એક ખેડૂત કાકા છેલ્લા દોઢ વર્ષથી પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ માટે ધક્કા ખાઈ રહ્યા છે


ડ્રાઇવિંગ લાયસન્સમાં ફોટો બદલાયો


મહેસાણા જિલ્લાના દેદીયાસણ ગામે રહેતા એક ખેડૂત જોઈતાજી તલાજી ઠાકોરે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ કચેરીમાં રીન્યુ કરવા માટે આપ્યું હતું પરંતુ આ લાયસન્સ રીન્યુ થઈને આવતા તેમણે જોયું તે ચોંકી ગયા કારણે આ લાયસન્સમાં અન્ય વ્યક્તિનો ફોટો અને નામ હતું. જેને લઈ અરજદારે રજુઆત કરતા મહેસાણા અને પાલનપુર RTO કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી ધક્કા ખાતા અરજદારનું લાયસન્સ રીન્યુ ન થતા તેઓ પરેશાન બન્યા છે. 


પાલનપુર RTOમા કરી અરજી


જોકે તેમને પોતાના લાયસન્સના નામ અને ફોટોનો સુધારો કરવા મહેસાણા RTO કચેરી અરજી કરતા તેમને પાલનપુર RTOમા  મોકલવામાં આવ્યા હતા. જ્યાં ખેડૂત અરજદાર પોતાના લાયસન્સમા નામ અને ફોટોની વિગતો સુધારવા પાલનપુર RTOમા પણ અરજી કરી હતી.



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.