Mehsana : Gujarat Policeની સરાહનીય કામગીરી! તંત્રનું કામ પોલીસે જાતે કર્યું, રસ્તા પર પડેલા ખાડાને પોલીસે પૂર્યા, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-01 12:13:10

સારા રસ્તાની જરૂરિયાત દરેક જગ્યા પર હોય છે. પરંતુ અનેક વખત આપણને ખરાબ રસ્તા વધારે દેખાતા હોય છે, સારા રસ્તા કરતા. અનેક વખત ખરાબ રોડ રસ્તાને લઈ સમાચાર બતાવતા હોઈએ છીએ, તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે કે સારા રસ્તા બનાવવામાં આવે. રજૂઆત કરવા છતાંય અનેક વખત તંત્ર સુધી એ અવાજ નથી પહોંચતો. અનેક ઉદાહરણો આપણી સામે હોય છે કે ખરાબ રસ્તાને કારણે સ્થાનિકો કંટાળીને રસ્તામાં પડેલો ખાડો પૂરી દેતા હોય છે તો આ વખતે આ કાર્ય પોલીસ કર્મી દ્વારા કરવામાં આવ્યું છે.    

સ્થાનિકો કંટાળીને જાતે ખાડાને પૂરી દેતા હોય છે!

ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા હશે જ્યાં રસ્તા ખરાબ હશે. રસ્તા પર ડામ્મર દેખાતો હશે અથવા તો ખાડા હશે. જેમ આપણે કહીએ છીએ કે ગુજરાત વિકાસનો પર્યાય છે તેવી રીતે જો આપણે કહીએ કે ખરાબ રોડ રસ્તા પણ ગુજરાતના વિકાસનો પર્યાય બની ગયું છે તો અતિશયોક્તિ નહીં કહેવાય. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ એવા રસ્તા જોવા મળતા હશે જેમાં ખાડાનું સામ્રાજ્ય હોય છે. ખરાબ રસ્તાને કારણે સ્થાનિકોને અનેક મુશ્કેલી પડતી હોય છે. તંત્રને અનેક વખત રજૂઆત પણ કરતા હોય છે પરંતુ તે બાદ પણ કોઈ પરિવર્તન આવતું નથી પરિસ્થિતિમાં. કંટાળીને સ્થાનિકો અનેક વખત જે કામ તંત્રને કરવાનું હોય તે માટે પોતે કરી લેતા હોય છે. પરંતુ આ વખતે ખાડા પૂરવાનું કામ તંત્રએ નહીં, સ્થાનિકોએ નહીં પરંતુ પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું છે.


જે કામ તંત્રને કરવાનું હતું તે કામ પોલીસકર્મી કરી રહ્યા છે... !

પોલીસની ખરાબ કામગીરી અંગેની વાતો અનેક વખત કરવામાં આવી છે. પોલીસનો નેગેટિવ ચહેરો અનેક વખત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ પોલીસનો એક એવો ચહેરો પણ છે જે પણ તમારા સુધી પહોંચાડવો જરૂરી હોય છે. પોલીસ વિભાગમાં ખરાબ કર્મીઓ હોય છે તેની ના નથી પરંતુ તે જ વિભાગમાં એવા કર્મીઓ પણ હોય છે જે વિભાગનો એવો સુંદર ચહેરો લોકો સુધી પહોંચાડે છે અને લોકોમાં વિશ્વાસ બેસાડે છે કે આ વિભાગમાં સારા કર્મીઓ પણ છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસકર્મી ખાડો પૂરી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તે મહેસાણાનો હોવાનું અનુમાન છે. 



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.