મહેસાણાઃ વીજાપુર બેઠક પર ભાજપે રમણ પટેલને ઉમેદવાર બનાવતા PI પટેલે વિરોધ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-12 17:58:47

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઉમેદવાર જાહેર થતાં જ મનદુઃખની વાર્તા શરૂ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં ત્રણેય પાર્ટીમાં કાર્યકરોમાં નારાજગી દેખાઈ છે ત્યારે મહેસાણાની વીજાપુર બેઠક પર પણ જૂથવાદ જોવા મળ્યો છે. વીજાપુર બેઠક પર રમણ પટેલને ઉમેદવાર બનાવતા PI પટેલે વિરોધ નોંધાવ્યો છે. PI પટેલ વર્ષ 2012માં વીજાપુરથી ધારાસભ્ય હતા. 

PI પટેલે કમલમ ખાતે વિરોધ નોંધાવ્યો 

મહેસાણાની વિધાનસભા બેઠક વીજાપુર પર ભાજપે રમણભાઈ ધુલાભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલે ભાજપના ઉમેદવારો સાથે કમલમ ખાતે વિરોધ દર્શાવ્યો હતો. રમણ ધુલા પટેલ વર્ષ 2017થી ધારાસભ્ય છે અને ભાજપને તેમને 2022માં રીપીટ કર્યા છે. ભાજપના અન્ય નેતાઓએ પણ કમલમ પર વિરોધ નોંધાવ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે