મહેસાણાના શિક્ષકે ભાંડો ફોડ્યો, શાળાઓમાં પેપર ફૂટ્યા !


  • Published By :
  • Published Date : 2023-10-16 22:15:42

મહેસાણાની શાળાઓમાં પેપર ફૂટ્યાનો ભાંડફોડ એક શિક્ષકે કર્યો છે. મહેસાણામાં ધોરણ 6, 7, 8 ના પેપર ફૂટી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ અને એક્ઝોટીકા સ્કૂલના પેપર ફૂટ્યા હોવાનો દાવો કરાયો મહેસાણાના શિક્ષક અલ્કેશ પટેલ દ્વારા કલેકટર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

બન્ને શાળાના 13 પ્રશ્નપત્રો એક સમાન પણ તારીખો અલગ અલગ હોવાનું જણાવ્યું પણ ખુલાસો કર્યો છે. શાળાનું પરિણામ ઉંચુ બતાવવા એક જેવા પેપર અલગ અલગ તારીખે લેવાયાનો આક્ષેપ હાલમાં કરવામાં આવી રહ્યો છે.ત્યારે ધો.6,7,8 ની પ્રથમ સત્રાંત પરીક્ષા 3 ઓકટો.થી 13 ઓકટો.સુધી લેવાઈ હતી જેમાં કુલ 13 પ્રશ્નપત્રો ફૂટી ગયા હોવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.પ્રથમ સત્રાંત પરીક્ષાના આધારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ બનતું હોય છે.ત્યારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ ઉંચુ લાવવા પ્રથમ સત્રાંતથી જ ગપલો કરવામાં આવતો હોવાનો દાવો હાલમાં અલકેશ પટેલે દાવો કર્યો છે.


 શાળામાં શિક્ષક નોકરી કરે છે ત્યાં જ પેપર ફૂટ્યા !

મહેસાણાની કાવેરી સ્કૂલમાં જ શિક્ષક તરીકે નોકરી કરતા અલ્કેશ પટેલે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો આગાઉ પણ વિસનગરની એક શાળા વિરૂદ્ધ અલ્કેશ પટેલે ઉઠાવ્યો અવાજ ઉઠાવ્યો હતો. તેમજ કાવેરી સ્કૂલ સામે અવાજ ઉઠાવતા અલ્કેશ પટેલને નોકરીનું જોખમ તેમજ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય તે માટે નોકરીના જોખમ એ પણ અલ્કેશ પટેલે લેખિત રજૂઆત કરી છે.

ખુલાસો કરનાર શિક્ષકનું કહેવું છે તમામ પ્રશ્ન પત્રો મોટા ભાગના ફૂટી ગયેલા અમને માલુમ પડયા હતા.કેવી રીતે ફૂટી ગયા એનો અમે અભ્યાસ કર્યો અમે જાણવા મળ્યું રાધનપુર રોડ પર આવેલ એક્ઝોટીકા સ્કૂલ અને મોઢેરા રોડ પર આવેલ કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રશ્ન પત્રો ધોરણ 6 7 અને 8 ના મોટા ભાગના પ્રશ્ન પત્રો સમાન હતા. પરંતુ સમાન પ્રશ્ન પત્રોની તારીખ જુદી જુદી હતી પરિણામે એક શાળાના પ્રશ્ન પત્ર પુરા થાય એટલે એ પેપર સોશિયલ મીડિયા મારફતે વાઇરલ થઈ બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે પહોંચી જતું હોય છે.એક્ઝોટીક સ્કૂલનું પ્રશ્ન પત્ર પુરૂ થાય એટલે એ પ્રશ્ન પત્ર કાવેરી સ્કૂલમાં સોશીયલ મીડિયા મારફતે આવતું પરિણામે સમગ્ર પ્રશ્ન પત્ર ફૂટી જતું હતું.બાળકોએ એ પ્રશ્ન પત્ર ઉપયોગ કરી પરીક્ષા આપી હતી.જેથી આ પરીક્ષા રદ થવી જોઇએ તેવી માંગ સાથે આ શિક્ષક મેદાનમાં આવ્યા છે.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.