મેહુલ બોઘરાએ ટ્રાફિક પોલીસને ઘચકાવ્યા! ટ્વિટ કરી જણાવ્યું ટીઆરબી જવાનની કેટલી છે સત્તા, વાંચો


  • Published By :
  • Published Date : 2023-07-05 12:58:44

વાહન ચલાવતી વખતે અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે જે મુજબ આપણને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, વાહનનું પીયુસી રાખવું જેવા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસને પણ રાખવામાં આવે છે. આપણે રસ્તા પર અનેક વાર એવું જોઈએ છે કોઈ ટ્રાફિક પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે લાઇસન્સ,  PUCએ બધા માટે રકજક થતી હોય છે. ક્યારેક ટ્રાફિક પોલીસ પોતાની સતાનો દુરૂપયોગ કરતી પણ જોવા મળે છે ત્યારે મેહુલ બોઘરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં  આવી જ ઘટના દર્શાવવામાં આવી છે.

  

વાહન રોકી ટીઆરબી જવાને લાઈસન્સની માગણી કરી!

વિડીયો શેર કરતા વકીલ મેહુલ બોઘરાએ આખી ઘટના વર્ણવી છે અને લખ્યું છે કે "ગઈકાલે રવિવાર તારીખ  02/07/2023ના રોજ બપોરે 1:30 કલાકે અમદાવાદના વિશાલા સર્કલ પાસે ટી.આર.બી. દ્વારા વાહન રોકી અને લાયસન્સની માંગણી કરવામાં આવે જે બાબતે વકીલ મિત્રએ વાંધો ઉઠાવતા; હેડ કોન્સ્ટેબલ  બી.પી. ઠાકોર નાઓ દ્વારા એમના પિતા અને વકીલ મિત્રને અંદર લઈ જવામાં આવ્યા જ્યાં ચૂંટણીની અંદર એક અન્ય ટીઆરબી બેસેલ હોય જેણે મોબાઈલ ઝૂંટવી લઈ, ત્યારબાદ રેકોર્ડિંગ બંધ થતા તમામે ભેગા મળી ગાળા ગાળી કરી અને માર મારી અને વિડીયો ડીલીટ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક રૂપિયો પણ દંડ લીધા વગર કે મેમો ફાડયા વગર બળજબરી થી સમાધાન કરી જવા દેવામાં આવ્યા હતા. જો બધું કાયદેસર જ હતું તો પછી દંડ કેમ વસુલ કરવામાં ના આવ્યો એ પણ એક પ્રશ્નાર્થ ચિન્હ છે.  મોબાઈલમાં થી વિડીયો રિકવર કરવામાં આવ્યો..જો એક વકિલ સાથે આ લોકો આટલું ખરાબ વર્તન કરી શકતા હોય તો સમાન્ય જનતા ની શું હાલત કરતા હશે એ સમજી શકાય."


ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે હોય છે TRB જવાન 

મેહુલ બોઘરાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે ટીઆરબી જેમને માત્રને માત્ર ટ્રાફિક નિયમનનું કામ કરવાનું હોય છે, જે લાયસન્સ પણ માંગતા હોય છે મેમો પણ બનાવતા હોય છે અને ચલણ પણ ફાડતા હોય છે  અને ટીઆરબી ઘણા બેઈમાન પોલીસના એજન્ટો બની અને પૈસા વસૂલીનો ધંધો કરતા હોય છે. જે અત્યંત દુઃખદ અને નીંદનીય છે. ઉલ્લેખનિય છે આવી ઘટનાઓ થતાં આપણે અનેક વખત જોઈ હશે, આપણામાંથી અનેક લોકો સાથે કદાચ આવી ઘટનાઓ બની પણ હશે. આપણે અનેક વાર જોઈએ જ છીએ કે પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ અમુક લોકો પોતાની વરદીનો બેફામ ઉપયોગ કરી લોકોને દબાવતા હોય છે 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે