Social Media પર ટ્રેન્ડ થયું Melodi, Italy પીએમ મેલોની અને PM મોદી સારા મિત્ર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-02 14:45:30

ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક # ટ્રેન્ડ થઈ રહ્યું છે મેલોડી... આ # સાથે ભારતના પીએમ મોદી અને ઈટાલીના પીએમ મેલોનીની તસવીર છે.  આ # સાથે ઈટાલીના પીએમએ આ તસવીરને શેર કરી હતી.  આ તસવીર ગઈકાલ રાતથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આને લઈ અનેક લોકોએ ટ્વિટ કરી છે.  

ઈટાલીના પીએમએ પીએમ મોદીનો ફોટો કર્યો શેર અને લખ્યું...

આ તસવીર વધારે એટલે વાયરલ થઈ રહી છે કારણ કે આ સેલ્ફી ઈટાલીના પીએમ મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે સીઓપી28માં ગુડ ફ્રેન્ડ્સ અને #melodi અને આ # મેલોડી ગઈ કાલથી ટ્વિટર અને બીજા બધા સોશિયલ મીડિયા પર  બધે ટ્રેન્ડ થઈ રહ્યું છે આ ફોટો વાઇરલ થવા પાછળનું બીજું કારણ એ પણ છે કે આ પહેલા સીઓપી28 સમિટમાં ભાગ લેનારા વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની અલગ દોસ્તી દેખાઈ હતી. બન્નેની એક સાથે હસતી અને વાતચીત કરતી તસવીર વાયરલ થઇ રહી છે. 


સમિટ દરમિયાન અલગ અલગ નેતાઓને મળ્યા પીએમ મોદી  

પીએમ મોદીએ મેલોની ઉપરાંત  બ્રિટનના કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. ક્લાઈમેટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના હાલમાં નિયુક્ત રાષ્ટ્રપતિ મુહમ્મદ મુઈઝ્ઝૂને પણ મળ્યા હતા. કલાઈમેટ સમિટમાં પીએમ મોદીએ કહ્યું- ગઈ સદીમાં થયેલી ભૂલોને સુધારવા માટે આપણી પાસે વધુ સમય નથી. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..