પાંચ વર્ષથી સાંકળ વડે બાંધી રાખેલ દાહોદની માનસિક અસંતુલિત મહિલાને અંતે મળી મુક્તિ


  • Published By :
  • Published Date : 2023-04-14 15:09:13

દાહોદ જિલ્લાના બાવકા ગામની માનસિક રીતે અસંતુલિત મહિલાનો પાંચ વર્ષે મુક્ત કરવામાં આવી છે. સંગીતા બામણિયા નામની આ મહિલાને પરિવારજનો દ્વારા સાંકળ વડે બાંધી રાખવામાં આવતી હતી. આ બાબતની જાણ સામાજિક કાર્યકરને થતાં તેને બંધન માંથી મુક્ત કરાવી હતી. સંગીતાને નગ્ન અવસ્થામાં બાંધેલી જોઈને સ્વૈચ્છિક સંસ્થા અને પોલીસનું પણ હૃદય દ્રવી ઉઠ્યુ હતું. 


કઈ રીતે મહિલાને મળી મુક્તિ?


ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી નર્કાગાર પરિસ્થિતિમાં જીવતી મહિલા વિશે પાડોશીઓએ દાહોદની એક વ્યવસાયે શિક્ષિકા અને સમાજસેવાનું કાર્ય કરતી સંધ્યાબેન ભુરીયાનો સંપર્ક કરતા સામાજિક કાર્યકરે ઘર ની મુલાકાત લઈ તેના પિતાને તેની સારવાર અને જાળવણી માટે આશ્રમમાં લઇ જવા માટે સંમત કરી અરવલ્લી જિલ્લામાં બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના સંચાલકો સાથે સંકલન કર્યું હતું. ત્યાર બાદ આશ્રમની ટીમે પોલીસ સાથે મળી યુવતીને બંધન મુક્ત કરાવી આશ્રમ ખાતે લઇ જવામાં આવી છે, મહિલાની સારવાર અને જાળવણી હવે આશ્રમ ખાતે થશે.


ભણવામાં હોશિયાર હતી સંગીતા


દાહોદ નજીક બાવકા ગામની સંગીતા બામણિયા હોશિયાર વિદ્યાર્થિની હતી. તેણે ધોરણ 10 પછી તેણે વિજ્ઞાન લીધુ. ધોરણ12માં તેના 68 ટકા આવ્યા હતાં. કુંટુબની એક દીકરી નર્સિંગ કરતી હતી જેથી તેની ઈચ્છા પણ નર્સિંગમાં એડમિશન લેવાની હતી. કરમની કઠણાઈ કહો કે ગમે તે પણ ફોર્મ જમા કરાવવાના આગલા દિવસે જ તેનું મગજ અસ્થિર થઇ ગયું હતું. દિવસે-દિવસે  તેની માનસિક સ્થિતિ બગડતાં અંતે પિતાએ પાંચ વર્ષ પહેલાં તેને ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી દીધી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે