રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 200થી વધારે તાલુકામાં મેઘરાજાએ કરી જમાવટ, અમદાવાદમાં જળબંબાકાર


  • Published By :
  • Published Date : 2023-06-30 23:14:41

રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 200થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 થી વધુ તાલુકામાં બે કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પણ જમાવટ કરી છે. આજે મોડી સાંજે તૂટી પડેલા ધોધમાર વરસાદે આખા અમદાવાદને ઘમરોળી નાખ્યું હતુ. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઈસ્કોન, સેટેલાઈટ, બોપલ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.Image


અમદાવાદના આ વિસ્તારો જળબંબાકાર 


આજે અમદાવાદના જોધપુર વિસ્તારમાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરના બોડકદેવમાં 4 ઈંચ, બોપલ અને સાયન્સ સિટીમમાં 4.5, મક્તમપુરા, ઉસ્માનપુરા, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં 3 ઈંચ, તો રાણીપ અને ખમાસા વિસ્તામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના પગલે શહેરની શાન ગણાતા SG હાઈવે પર ઈસ્કોન બ્રિજથી લાંબા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઉપરાંત વરસાદી પાણી ભરાઈ જવાથી શહેરના ઉસ્માનપુરા, પરિમલ ગાર્ડન, મકરબા અને અખબારનગર સહિતના અન્ડર પાસ બંધ કરવાની ફરજ પડી છે.નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તો વાહનો બંધ થઈ જવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ તાલુકાઓમાં થઈ મેઘ મહેર


રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે, દક્ષિણ ગુજરાતના વલસાડમાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ધરમપુરમાં છેલ્લા બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. નવસારીના ખેરગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વધ્યો છે. ગીરસોમનાથના કોડિનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ છે. જૂનાગઢના માણાવદર અને ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે. તાપીના ત્રણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.