હવામાન વિભાગે માવઠાની આગાહી કરી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જગતનો તાત દુ:ખી


  • Published By :
  • Published Date : 2023-01-27 20:23:30

રાજ્યમાં કાતિલ ઠંડીથી ઠુંઠવાતા લોકો માટે માઠા સમાચાર છે. ગાત્રો થીજાવતી ઠંડી બાદ હવે માવઠા માટે પણ તૈયાર રાખો. રાજ્યના હવામાન વિભાગે આગામી  48 કલાકમાં સામાન્ય કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદને આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે.   


આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ


રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ 28 જાન્યુઆરીએ વાતાવરણમાં પલટો આવી શકે છે અને કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં પવનની ગતી ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.


માવઠાથી જગતનો તાત ચિંતિંત


માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલની સ્થિતિએ કેટલાક પાકોની કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરોમાં ઉભા છે જેને લઈ જો કમોસમી માવઠું આવે તો પાટણ જિલ્લામાં ખેડૂતો એ વાવેલ બે લાખ કરતા વધુ હેકટરમાં વિવિધ રવિ પાકો પર માઠી અસર થઇ શકે છે અને ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાઈ શકે છે જેને લઈ પાટણ જિલ્લાના ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યો છે.


આ ઉભા પાકને થશે નુકસાન


કમોસમી માવઠાની આગાહીએ મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફરી વળે તેવી શક્યતા છે. પાટણ જિલ્લામાં રાયડો, સવા, ઈસબગુલ, જીરું, વરિયાળી, ચણા. ઘઉં  સહિત  2 લાખથી વધુ  હેકટરમાં રવિ પાકોનું વાવેતર કરેલ છે  જેમાં રાયડો અને એરંડાના પાકોની તો કેટલાક વિસ્તારમાં કાપણી થઇ રહી છે તો કેટલાક વિસ્તારોમાં તો ઉભો પાક સાફ થઈ જાય તેવી આશંકા છે. અને જો વાતાવરણ રવિપાકો ઉપરાંત શાકભાજીના વાવેતરને મોટા પાયે નુકશાન થવાની શક્યતા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે