રાજ્યમાં આગામી 2 દિવસ ઠંડીનું જોર વધશે, 15થી 20 કિ.મીની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-30 17:44:04

રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. માવઠાના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પણ લોકોને બેવડી ઋતુની અનુભૂતી થઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી હતી. કમોસમી વરસાદ થતાં ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 


હવામાન વિભાગે ફરી કરી આગાહી


રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ ફરી આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. આગામી બે દિવસ ઠંડીનું જોર વધી શકે છે. ઠંડા પવનોને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાથી ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી બે દિવસ એટલે 31 અને પહેલી તારીખે ઠંડા પવનો ફૂંકાવવાને કારણે ઠંડીમાં પણ વધારો થશે. આ બે દિવસ 15થી 20 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા છે.


અનેક પાકોને ભારે નુકશાન 


રાજ્યમાં કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને ઘઉં, જીરૂ જેવા પાકોમાં ભારે નુકસાની સહન કરવી પડી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવો હાલ થવા પામ્યો છે. કરા સાથે કમોસમી વરસાદ પડવાથી જીરૂ સહિતના અનેક પાકોને ભારે નુકશાન પહોંચ્યું છે.



આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...

ગુજરાતના અનેક સરહદી વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. ટેન્કરના માધ્યમથી પાણી આવે છે.