Unseasonal Rainને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો ક્યાં પડશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-02 11:10:15

શિયાળાની શરૂઆત થતાં જ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. અલગ અલગ સ્થળોથી ખેતરમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. માવઠાને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે જગતના તાતની સ્થિતિ દુખદાયક બની ગઈ છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ થયો હતો જેને કારણે ખેડૂત પાયમાલ બની ગયો છે. આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે તેવી આશા નથી. માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. 

બે દિવસમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય, ભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ

આ વખતનું ચોમાસુ એકદમ અનિયમિત રહ્યું હતું. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી અતિશય વરસાદ થયો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ચોમાસાની સિઝનમાં તો અનિયમિત્તા દેખાઈ પરંતુ હવે તો પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે શિયાળામાં પણ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. આસમાની આફતને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. એવી માનવામાં આવતું હતું કે વરસાદ નહીં આવે પરંતુ હવામાન વિભાગે ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉપરાંત અનેક ભાગોમાં માવઠું આવવાની શક્યતા છે. 

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી

આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, પંચમહાલ, લીમખેડામાં આજે હળવો વરસાદ થઇ શકે છે.ગાજવીજ તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની સંભાવના નથી પરંતુ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસો દરમિયાન વડોદરા અને ભરૂચમાં વરસાદની સંભાવના છે. વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં આજે વરસાદ થઈ શકે છે. આવતીકાલે પંચમહાલ, વડોદરા, ભરૂચમાં માવઠું થઈ શકે છે. મહત્વનું છે કે આગામી સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી વાત મનોરમા મોહંતી દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે