હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, Gujaratમાં આ તારીખો દરમિયાન માવઠાની કરાઈ આગાહી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-21 11:22:29

ગુજરાતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લોકો શિયાળા માટેની તૈયારી કરી રહ્યા છે તો ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 26-27 નવેમ્બર વચ્ચે માવઠું આવી શકે છે.  માવઠાની આગાહી થતા ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થશે તેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. 


26 અને 27 નવેમ્બરે ગુજરાતમાં વરસી શકે છે વરસાદ! 

ખેડૂતોની ચિંતા ત્યારે વધતી હોય છે જ્યારે સિઝન હોવાં છતાંય વરસાદ નથી આવતો, કોઈ વખત આવે છે તો એટલો બધો આવે છે કે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસાની સિઝનમાં વરસાદ ખેડૂતોની ચિંતા વધારતો હોય છે પરંતુ તે ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોળી બનતી હોય છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેને કારણે ખેડતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. પાકને મોટા પાયે નુકસાન થશે તેવી ભીતિ ખેડૂતોને પરેશાન કરી રહી છે. ગુજરાતમાં 26-27 નવેમ્બર વચ્ચે માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.   


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ! 

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 26 નવેમ્બરે દમણ-દાદરા નગર હવેલીમાં,દાહોદ,પંચમહાલ,અમરેલી,ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે. જુનાગઢ,પોરબંદર,રાજકોટમાં જ્યારે 27 નવેમ્બરના દમણ-દાદરા નગર હવેલી,અમદાવાદ,આણંદ,અરવલ્લી, ગાંધીનગર,ખેડા,મહીસાગર,મહેસાણા, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠાને કારણે પાકને ભારે નુકસાન થશે તેવો ડર ખેડૂતોને લાગી રહ્યો છે. 


માવઠાની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા 

કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના અનેક ભાગોમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થાય છે કે પછી...!      



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..