દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .
દાહોદનું ખુબ ગાજેલું ૭૧ કરોડનું મનરેગા કૌભાંડ , જેમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી . ત્યારે હવે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. આજે પણ ગુજરાતમાં સરકારની કેબિનેટની મિટિંગ યોજાઈ હતી , જેમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા . છેલ્લે ૨૩મી એપ્રિલે યોજાયેલી કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી . ૩૦મી એપ્રિલથી ૧૬મી જુલાઈ દરમ્યાનની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. મેં , ૨૦૨૫માં ચાર કેબિનેટની બેઠક યોજાઈ હતી , જૂન ૨૦૨૫માં યોજાયેલી ત્રણ કેબિનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા . આ પછી જુલાઈ મહિનાની અત્યારસુધીની ત્રણ કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા . આમ જ્યારથી , મંત્રી બચુ ખાબડ પર મનરેગા કૌભાંડના આરોપો લાગેલા છે ત્યારથી , મંત્રી બચુ ખાબડ ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગમાં આવ્યા જ નથી . વાત કરીએ , અત્યારસુધીમાં , ૩૦મી એપ્રિલ , ૭મી મેં , ૧૪મી મેં અને ૨૧મી મેંની કેબિનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા. ત્યારબાદ ૨૮મી મેં , ૧૩મી જૂન , ૧૮મી જૂન , ૨૪મી જૂનના રોજ મળેલી કેબિનેટની મિટિંગમાં પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. જુલાઈ મહિનાની આજે ત્રીજી મળેલી કેબિનેટની મિટિંગમાં પણ પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. આમ અત્યારસુધી સતત ૧૧ કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. આ પાછળનું કારણ એ બહાર આવ્યું છે કે, સરકારે સૂચના આપી છે કે, મંત્રી બચુ ખાબડે સચિવાલયમાં કે પછી ગાંધીનગરમાં ના આવવું . જોકે હજુ પણ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા નથી . સાથે જ તેમની પાસે જે પણ વિભાગો છે તે હજુ પણ તેમની પાસેથી લેવામાં આવ્યા નથી .
જોકે આગામી સમયમાં ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ છે ત્યારે , મંત્રી બચુ ખાબડની વિકેટ પડી શકે છે. વાત કરીએ દાહોદના મનરેગા કૌભાંડની , તો દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી. આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દિકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી . આ કૌભાંડમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. થોડાક સમય પેહલા મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડને જામીન મળ્યા છે. દાહોદ સિવાય ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે . જેમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા સહીત તેમના દીકરા દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી છે.