ચંદ્રયાન-3ની ડિઝાઇન પોતે બનાવી હોવાનું ફેંકતો મિતુલ ત્રિવેદી સુરત પોલીસના સાણસામાં


  • Published By :
  • Published Date : 2023-08-29 18:38:07

પોતાને ISROનો વૈજ્ઞાનિક ગણાવનારા અને ચંદ્રયાન-3 ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો ખોટો દાવો કરનારા કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે કલમ 468, 471, 419, 420 મુજબ ગુનો નોંધી અટકાયત કરી છે. મિતુલ ત્રિવેદી મામલે વિવાદ વધતા ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાઈ હતી. તપાસમાં ઇસરોએ આવો વ્યક્તિ તેમની સાથે કામ કરતો નહીં હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યાર બાદ મિતુલ ત્રિવેદીની પોલ ખુલી ગઈ હતી. આ હકીકતના આધારે સુરત પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.


કેવી રીતે મિતુલ ત્રિવેદીનો ભાંડો ફુટ્યો?


સુરત શહેર પોલીસ કમિનશર અજય તોમરે ગત શુક્રવારે મિતુલ ત્રિવેદીને પોલીસ સમક્ષ જરૂરી દસ્તાવેજ આપવા માટે પોલીસ કમિશનર કચેરી બોલાવ્યા હતો. તેણે ઇસરો સાથે કોન્ટ્રાક્ટથી જોડાયેલા હોવાનું ગાણુ ગાયુ હતું. ઇસરો જ તમને મારી હકીકત જણાવશે, તેવી વાતો પોતાના બચાવમાં કહેતા રહ્યો હતો. કમિશનર કચેરીમાં જ મીડિયાએ તેમને ઘેરી સવાલોનો મારો ચલાવ્યો હતો. તે સમયે પોતે ઈસરોનો વૈજ્ઞાનિક છે અને ચંદ્રયાનની ડિઝાઇન પોતે તૈયાર કરી હોવાનો દાવો કરતાં ત્રિવેદીએ ત્યારે મોઢું સિવી લીધું હતું.પોલીસને આ બનાવટી વૈજ્ઞાનિકની વાતોમાં દમ નહીં લાગતા આ મુદ્દે સેવાભાવી સંસ્થા ગૌસેવા મંચના ધર્મેશ ગામીએ આપેલી અરજીના આધારે ક્રાઈમ બ્રાંચને આ બાબતમાં તપાસ સોંપી હતી. ક્રાઈમ બ્રાંચને તપાસ દરમિયાન એક વાત એવી પણ જાણવા મળી હતી કે, મિતુલ ત્રિવેદી નામના શખ્સે પોતાને ઇસરોના વૈજ્ઞાનિક તરીકે દર્શાવવા વિઝિટિંગ કાર્ડ પણ છપાવ્યા હતાં અને લોકોને આપતો હતો.

 

પબ્લિસીટી સ્ટંટ ભારે પડ્યો


મિતુલ ત્રિવેદીએ પોતે ઈસરોનાં સાયન્ટિસ્ટ છે અને ચંદ્રયાન-3 ની ડિઝાઈન પોતે બનાવી હતી તેવો દાવો કરતી ઓડિઓ ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. સુરતની વ્યક્તિ આવા ખગોળીય અભિયાન સાથે જોડાયેલી હોવાનું જાણીને લોકો પણ દંગ રહી ગયા હતાં. બીજા દિવસે આ પોસ્ટ અને આ વાતો ખૂબ વાયરલ થઈ હતી. જોકે, મિતુલ ત્રિવેદીનો દાવા અંગે ઇસરો અમદાવાદે મીડિયાને જણાવ્યું હતું કે આવી કોઈ વ્યક્તિ અમારી સાથે જોડાઈ નથી. આ બાબતની પુષ્ટી થયા બાદ મિતુલ ત્રિવેદીનો દાવા પોકળ હોવાની આશંકા મજબૂત થઈ હતી. લોકોએ પણ આ બનાવટી વૈજ્ઞાનિક સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે