આસામના CM હિમંતા બિસ્વા સરમાનું વિવાદાસ્પદ નિવેદન 'મોંઘા શાકભાજી માટે મિયા મુસ્લિમો જવાબદાર'


  • Published By :
  • Published Date : 2023-07-14 22:55:11

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાં શાકભાજીના ઊંચા ભાવ માટે 'મિયા' મુસ્લિમ સમુદાયને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજીના ભાવ ઓછા છે. જો કે, જેમ જેમ તમે શહેરોમાં જાઓ છો તેમ તેમ કિંમતો વધે છે. તેમણે દાવો કર્યો હતો કે તમામ વિક્રેતાઓ દરો વધારી રહ્યા છે અને તેમાંના મોટાભાગના મિયાં લોકો છે. આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. ઘણા લોકો સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. આવા સમયે હવે હિમંતા બિસ્વા સરમાના આ નિવેદને વિવાજ સર્જ્યો છે.


શાક માર્કેટ પર  'મિયા'' મુસ્લિમોનો કબજો


હિમંતા સરમાએ કહ્યું, 'પૂર્વ બંગાળ મૂળના મુસ્લિમો આસામી લોકો કરતાં વધુ કિંમતો વસૂલી રહ્યા છે. ગુવાહાટીમાં 'મિયા' લોકોએ સ્થાનિક શાક માર્કેટ પર કબજો જમાવી લીધો છે. જો કોઈ આસામી યુવક શાકભાજી વેચતો હોય, તો તે અન્ય આસામી સાથી નાગરિકો પાસેથી મોંઘવારી કિંમતો વસૂલી શકે નહીં.'


મિયા મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓને હાંકી કાઢશે સરકાર


સીએમ હિમંતાએ કહ્યું, 'હું આસામી યુવાનોને આગળ આવવા વિનંતી કરું છું. હું તમને ખાતરી આપું છું કે હું શહેરમાંથી તમામ 'મિયા' મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓને હાંકી કાઢીશ. આસામમાં કેબથી લઈને બસ સેવાઓ સુધી, મોટાભાગના લોકો હવે મુસ્લિમ સમુદાયના આ વર્ગના છે.


કોણ છે મિયા મુસલમાન?


મિયા મુસ્લિમો સ્થળાંતરિત બંગાળી મુસ્લિમોના વંશજો છે જેઓ 20મી સદીમાં આસામના બ્રિટિશ શાસન દરમિયાન બ્રહ્મપુત્રા ખીણમાં રહેતા હતા. આ સ્થળાંતર કરનારાઓ હાલના બાંગ્લાદેશના મૈમનસિંહ, રંગપુર અને રાજશાહી વિસ્તારમાંથી આવ્યા હતા. સીએમ હિમંતાએ કહ્યું, 'અમે તાજેતરમાં જ ઈદ પર જોયું છે, ગુવાહાટીના મોટાભાગના રસ્તાઓ ખાલી હતા કારણ કે તેઓ તહેવારની ઉજવણી કરી રહ્યા હતા.'


હિમંતા બિસ્વા સરમાએ શા માટે આપ્યું આ નિવેદન?


મુખ્યમંત્રીનું નિવેદન ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલના નિવેદન પછી આવી છે કે આસામી સમુદાય મુસ્લિમ લોકો વિના અધૂરો છે. અજમલે કહ્યું હતું કે મિયા મુસ્લિમ અને આસામી લોકો ભાઈ જેવા છે. મુસ્લિમ સમુદાય વિના રાજ્યનું કોઈ અસ્તિત્વ નથી.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.