Mizoram: ZPMએ જીતી ​​27 બેઠકો, લાલદુહોમા બની શકે છે CM,ઝોરામથાંગાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-12-04 17:14:39

મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. લાલદુહોમાની આગેવાની હેઠળના જોરમ પીપલ્સ મૂવમેન્ટે શાનદાર પ્રદર્શન કર્યું અને 40માંથી 27 બેઠકો જીતી છે. મિઝો નેશનલ ફ્રન્ટને રાજ્યમાં મોટી હાર સાથે સત્તામાંથી દૂર થવાનો વારો આવ્યો છે. મિઝો નેશનલ ફ્રન્ટ માત્ર 10 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ રાજભવનમાં રાજ્યપાલ ડો. હરિ બાબૂ કંભમપતિ સાથે મુલાકાત કરી હતી અને તેમનું રાજીનામું સોંપ્યું હતું. ઉલ્લેખનિય છે મિઝોરમમાં લાલદુહોમાની આગેવાની હેઠળની ZPM સરકાર બનાવશે. ZPM એ પૂર્વ સાંસદ લાલદુહોમાના નેતૃત્વમાં રચાયેલ છ પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન છે, તેની રચના 2017માં થઈ હતી. તે ધર્મનિરપેક્ષતા અને ધાર્મિક લઘુમતીઓના રક્ષણમાં માને છે.


ZPMના નેતા લાલદુહોમા બની શકે CM


મિઝોરમ રાજ્યમાં 1984થી ક્યારેક કોંગ્રેસ અને ક્યારેક મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ની સરકાર સત્તામાં રહી છે. આ વખતે રાજ્યના પૂર્વ IPS લાલદુહોમાના નેતૃત્વમાં રચાયેલ નવો રાજકીય પક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) બહુમતીમાં આવ્યો છે. ચૂંટણી પરિણામો પછી, ZPM નેતા લાલદુહોમાનું નામ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે હોટ ફેવરીટ મનાય છે. મુખ્ય પ્રધાનના ઉમેદવાર લાલદુહોમા તેમના મતવિસ્તાર સેરછિપ બેઠક પરથી 2,982 મતોથી જીત્યા છે.


કોણ છે ZPMના પ્રમુખ લાલદુહોમા?


ZPM પ્રમુખ લાલદુહોમા મિઝોરમના ભૂતપૂર્વ IPS અધિકારી છે. તેમણે 1972 થી 1977 સુધી મિઝોરમના મુખ્ય પ્રધાનના મુખ્ય સહાયક તરીકે કામ કર્યું છે અને હવે તેઓ મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર છે. સ્નાતક થયા પછી, તેમણે ભારતીય નાગરિક સેવાઓની પરીક્ષા આપી. 1977માં આઈપીએસ બન્યા બાદ તેમણે ગોવામાં સ્ક્વોડ લીડર તરીકે કામ કર્યું. તેમની પોસ્ટિંગ દરમિયાન તેમણે દાણચોરો સામે મોટી કાર્યવાહી કરી હતી. 1982માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને તેમના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે વિશેષ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેઓ રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં 1982 એશિયન ગેમ્સની આયોજન સમિતિના સચિવ પણ હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે