Loksabha election: ધારાસભ્ય Chaitar Vasavaએ કરી આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત, ભાજપના આ પીઢ નેતાને આપશે ટક્કર


  • Published By :
  • Published Date : 2023-08-08 11:19:42

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ તૈયારીઓ કરવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે ઈસુદાન ગઢવી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે ભાજપને હરાવવા માટે ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ ગઠબંધન કરી ચૂંટણી લડશે. ત્યારે આ મામલે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડવાના છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે.  



AAP અને કોંગ્રેસ ગઠબંધન કરી લડશે લોકસસભાની ચૂંટણી 

રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી ખૂબ રસપ્રદ રહેવાની છે. એક તરફ કેન્દ્રમાં ભાજપની સરકારને હટાવવા વિપક્ષી પાર્ટી એક થઈ છે. વિપક્ષી પાર્ટી દ્વારા જે ગઠબંધન કરવામાં આવ્યું છે તેને INDIA નામ આપવામાં આવ્યું છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી નજીક આવી રહી છે, આ વખતે ગુજરાત AAPએ જાહેરાત કરી છે કે તે ગુજરાત કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે અને ભેગા મળી લોકસભા ચૂંટણી લડશે. ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. 



આ સીટ પરથી ચૈતર વસાવા લડશે ચૂંટણી

AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે. નિવેદન આપતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તે ભરૂચની લોકસભા સીટથી ચૂંટણી લડવાના છે. જો તે ભરૂચની સીટ પરથી ચૂંટણી લડશે તો ભાજપના ચૈતર વસાવા સાથે તેમની સીધી ટક્કર થશે. છેલ્લી 6 ટર્મથી ભાજપના સાંસદ મનસુખ વસાવા જીતતા આવ્યા છે.અને  હવે ત્યાં ચૈતર વસાવા ચુંટણી લડશે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ વસાવા vs વસાવાની લડાઈ વધુ રસપ્રદ બનશે. 

 

ગઠબંધન વિશે કોંગ્રેસ તરફ સામે નથી આવ્યું નિવેદન 

ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં 26 એ 26 બેઠક તો ભાજપ પાસે છે. આ ચૂંટણીમાં  કોંગ્રેસ પાસે કશું મેળવવા કે ગુમાવવા જેવું કઈ છે નહીં. આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવાની છે. તેની જાહેરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કર્યા બાદ હવે AAPના પહેલા ઉમેદવારનું નામ સામે આવી ગયું છે. જોકે AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવા વિશે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોઈ નિવેદન આપ્યું નથી. ત્યારે આગામી દિવસોમાં જો બંને વચ્ચે ગઠબંધનમાં ચૂંટણી લડાશે તો ટિકિટની ફાળવણી જોવાનું રસપ્રદ રહેશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે