ખરાબ રસ્તાને લઈ MLA Chaitar Vasava લડી લેવાના મૂડમાં, રોડનું સમારકામ કરાવા આપ્યા આટલા દિવસો, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-09-09 18:52:38

થોડા સમય પહેલા રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું અને લોકો પરેશાન થયા હતા.. તે માત્ર વડોદરા નહીં પરંતુ ભરુચ અને નર્મદામાં પણ લોકોને હાલાકી પડી હતી... ત્યાર પછી ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓ મુદ્દે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.. એ વખતે કહ્યું હતું કે અમે રોડ રસ્તા મુદ્દે આંદોલન કરીશું અને આજે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે... 

ગુજરાતના મોટા ભાગના રસ્તા બિસ્માર હાલતમાં!

તમે રાજ્યના કોઈપણ ખુણે જાવ પણ ખાડાઓ એટલી હદે પડ્યા છે કમરના મણકા ભાંગી જાય...આ સ્થિતિ માત્ર અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મહાનગરોમાં છે એવું નથી...  ભરૂચ- નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, રસ્તાઓ  એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. નવા નક્કોર વાહનોને ખરાબ રસ્તાઓ ભંગાર બનાવી રહ્યા છે. અને ટુ વ્હીલર ચાલકોની કેડ ભાંગી રહ્યા છે….



ખરાબ રસ્તાને લઈ ચૈતર વસાવા મેદાને!!

રોડ પર મસમોટા ખાડા છે, તમામ રોડ ઉબડખાબડ થઈ ગયા છે...પણ અધિકારી હોય કે પદાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતાં. કોઈએ આ ખાડાને પુરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી...જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ થઈ ગયા છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે ટુ વ્હીલર, ફોર વ્હીલર ચાલકો પરેશાન થઇ રહ્યા છે, વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે, ખાડાઓના કારણે અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે ભરૂચ ખાતે મુલંદ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવેલ હતું. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા રોકો આંદોલનમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાના પ્રયાસો થયા..... તે સમયે બબાલ પણ થઈ હતી. તે બાદ આવનાર દિવસોમાં ખરાબ રસ્તાને લઈ આંદોલન કરશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.