ધારાસભ્ય દિવ્યેશ અકબરીને ઠગવા આવેલા ત્રણ શખ્સોની ધરપકડ, શું હતો સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-11 20:26:50

લોભ અને લાલચમાં આવીને ભૂવાઓ કે તાંત્રીકોની વાતોમાં આવી જઈને ઠગાતા લોકોના કિસ્સા અનેક વખત સામે આવતા રહે છે. જો કે ઘણી વખત આવા ઠગ નેતાઓને પણ શીશામાં ઉતારવાના પ્રયાસો કરતા હોય છે. જામનગરના ધારાસભ્યને પ્રમોશન મળે તે માટે આશીર્વાદ આપવા મારા ગુરુજી તત્પર છે, તેમ જણાવી એક શખ્સે ફોન કર્યા પછી રૂ.51 હજારના કવરની માગણી કરી હતી. આ શખ્સની વાતચીતથી વહેમાયેલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પોલીસને આ અંગે માહિતી આપી હતી. જામનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ ચીટર શખ્સોની અટકાયત કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


જામનગર 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને થોડા દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે, પોતે એક ગુરૃજીના શિષ્ય છે અને ગુરૂજીએ તમારૂ રાજકીય પ્રમોશન પાક્કુ છે તેવા આશીર્વાદ પાઠવ્યા છે તેમ કહી વાતોની જાળ પાથરી હતી. ત્યારબાદ પોતે અમરેલીથી બોલતો હોવાનું અને હમણાં ગુરુજી સાથે વાત કરાવું તેમ કહી આ શખ્સે આશીર્વાદ માટે વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. બાદમાં હળદર સહિતની ચીજવસ્તુઓ મૂકી ત્રણ કવર તૈયાર કરવા જણાવ્યું હતું. ત્યારપછી પોતે અમરેલીથી બોલતો હોવાનું અને હમણા ગુરૃજી સાથે વાત કરાવું તેમ કહી આ શખ્સે આશીર્વાદ માટે વિધિ કરવી પડશે તેમ કહી હળદર સહિતની ચીજવસ્તુઓ મૂકી ત્રણ કવર તૈયાર કરવા ધારાસભ્યને જણાવ્યું હતું. તે શખ્સે એક કવરમાં રૃા.51 હજાર મૂકવાનું કહેતા ધારાસભ્યએ રૃા.101 ના  કવર મૂકીશ તેમ કહેતા આટલા મોટા સમુદાયના ધર્મગુરૃ તમને પ્રમોશન માટે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે ઓછામાં ઓછા રૃા.51 હજાર મૂકવા પડશે તેમ કહેવાતા આ ધારાસભ્યએ કોઈ ઠગ પોતાની સાથે વાત કરતો હોવાનું અનુમાન કરી આ રકમ પોતે આપી શકે તેમ નથી તેમ કહેતા સામા છેડે રહેલા શખ્સે રૃા.21 હજાર કવરમાં મૂકવા કહ્યું હતું પરંતુ તે રકમ પણ આપવાની ધારાસભ્યએ ના પાડી હતી. જો તે આટલી મોટી રકમ પોતે આપી શકે તેમ નથી તેમ કહેતા સામા છેડે રહેલા શખ્સે રૂ. 21 હજાર કવરમાં મૂકવા કહ્યું હતું, પરંતુ તે રકમ પણ આપવાની ધારાસભ્યએ ના પાડી હતી. આ શખ્સની વાતચીતને પારખી ગયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી જૂનાગઢથી બોલી રહેલા અજાણ્યા શખ્સના સગડ દબાવ્યા હતા. આખરે જામનગર પોલીસે એસ.ટી. ડેપો પાસેથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉપરાંત અજાણ્યા શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.


શું કહ્યું MLA દિવ્યેશ અકબરીએ?


આ પ્રકરણના અનુસંધાને  ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે, જામનગર પોલીસના માર્ગદર્શન પ્રમાણે આ ચીટર સાથે ટેલીફોનીક વાતચીતના અંતે આ શખ્સોને જામનગર એસ.ટી. ડેપો પાસે બોલાવવામાં આવ્યા હતા અને આ ત્રણેય ચીટરને જામનગર પોલીસે પકડી પાડ્યા છે. જો કે, આ ચીટરોના નામ જામનગર પોલીસ દ્વારા મંગળવારની સાંજ સુધી જાહેર થયા ન હતાં. આ બનાવ અંગે એસપીને વાકેફ કરાયા હતા. તેઓએ ઉપરોક્ત વાતચીત પરથી ફોન કરનાર વ્યક્તિના સગડ મેળવવા તપાસ શરૃ કરી છે. આવી રીતે અન્ય ધારાસભ્ય કે કોઈ રાજકીય વ્યક્તિને આવા લોકો શિશામાં ન ઉતારી દે તે માટે સતર્ક રહેવું જરૃરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.