ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્ન પ્રસંગોમાં DJ પર પ્રતિબંઘ લગાવવાની કરી માગ, જાણો શા માટે આવું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-05-12 14:24:10

બનાસકાંઠાની વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી એક વખત લગ્ન પ્રસંગોમાં બોલાવવામાં આવતા ડીજે પર પ્રતિબંઘ લગાવવાની માગ કરી છે. ભાભરના ઈન્દ્રરવા ગામમાં યોજાયેલા એક સામાજીક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરી છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનના સમાજના લોકોમાં અને  અગ્રણીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.  


માતા-પિતા દિકરા-દિકરીને સમજાવે: ગેનીબેન


ગેનીબેન ઠાકોરે સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે સમાજના દીકરા દીકરીઓને ડીજે વગર લગ્ન નથી કરવા. આ પ્રકારના લગ્ન કરનાર સમાજના દીકરા દીકરીઓ સામે ગેનીબેને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ડીજે વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતા દીકરા દીકરીઓને માતા-પિતાએ સમજાવવા જોઈએ તેવી શીખ મા- બાપને પણ આપી હતી.


DJ પર પ્રતિબંધ શા માટે?


ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. તેમણે કહ્યું કે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ડીજેમાં દિલથી નાચગાન કરી લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. અને ડીજેના તાલે ઝુમતા હોય છે. યુવાનો ને લગ્નમાં ડીજે ન હોય તો લગ્નની મજા માણવાનું ફિકુ લાગતું હોય છે. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.  ડીજે હવે સામાજિક દૂષણ છે એવો સંદેશ પોતાના હાલના આ નવા નિવેદનથી ગેનીબેને આપ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે