મધ્યાહન ભોજન યોજના પાછળ સરકાર કેટલો ખર્ચ કરે છે? MLA ગેનીબેન ઠાકોરના સવાલનો સરકારે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-21 18:21:16

વિધાનસભામાં ચાલી રહ્યા બજેટ સત્રમાં ધારાસભ્યો વિવિધ સવાલો પૂછી સરકારની કામગીરી અંગે જાણકારી મેળવતા હોય છે. જેમ કે આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્યમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રતિ વિદ્યાર્થી ભોજનનો કેટલો ખર્ચ ચૂકવવામાં આવે છે તે અંગે સવાલ કર્યો હતો.


સરકાર કેટલો ખર્ચ કરે છે?


ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં શિક્ષણમંત્રીને પુછ્યું કે તારીખ 31-12-22ની સ્થિતીએ રાજ્યમાં ધોરણ-1થી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અન્વયે પ્રતિ બાળક ભોજનનો કેટલો ખર્ચ સરકાર ચૂકવે છે? તથા ખર્ચના દરમાં છેલ્લે  ક્યારે અને કેટલી રકમનો વધારો કરવામાં આવ્યો છે?


સરકારે આપ્યો આ જવાબ


ગેની બેનના સવાલનો જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જણાવ્યું કે યોજના અન્વયે ધોરણ -1થી ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે દૈનિક રૂ. 5.50 અને ધોરણ-6થી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 7.72 કુકિંગ કોસ્ટ (ભોજન ખર્ચ) સરકારે મંજુર કર્યો છે. વળી સરકારે આ દરમાં તા. 11-05-2020થી ધોરણ-1થી ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 0.54 અને ધોરણ-6થી ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 0.76નો વધારો કરવામાં આવેલ છે. 



અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર સામે આચાર સંહિતાની ભંગની ફરિયાદ કરી છે. તો બીજી તરફ એવી માહિતી સામે આવી છે કે સુરત કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદાવરી ફોર્મ રદ્દ થઈ શકે છે..

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!