ખેડૂતોની સમસ્યાઓ મુદ્દે MLA કિરીટ પટેલે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:29:59

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો મળી છે. જો કે ભાજપે ચૂંટણી વખત લોકોને જે વચનો આપ્યા હતા તે હવે ભૂલાઈ રહ્યા છે. સદનસિબે ભાજપના જ એક ધારાસભ્યે પાર્ટીને તેના ચૂંટણી વચનો યાદ કરાવ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનેને પત્ર લખી ખેડૂતોની સમસ્યાઓને લઈ અંગે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે કિરીટ પટેલે તેમના પત્રમાં દિવસે વીજળી આપવા માટે માગ કરી છે.


ખેડૂતોના  હિતમાં કિરીટ પટેલે CMને લખ્યો પત્ર


ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને વ્યથા વર્ણવી હતી. કિરીટ પટેલે પત્રમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ કિસાન સૂર્યોદય યોજનાની શરુઆત કરી તો પાટણ જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધો હતો અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત કરી હતી. પરંતુ આજે પાટણ જિલ્લાના મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળીના બદલે રાત્રે 8 થી 4 વાગ્યા સુધી અને 12થી સવારે 8 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે. અત્યારે શિયાળાની ઠંડી છે ખેડૂતો રાત્રે ખેતી કરી શકતા નથી અને પાણીનો બગાડ થાય છે. 


ખેડૂતોએ કરી હતી રજુઆત 


રાજ્યમાં ખેડૂતોને ઠંડીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને કાતિલ ઠંડીવાતા રાત્રીના ઘોર અંધકારમાં પિયત માટે ખેતરોમાં જવું પડે છે. રવિ પાકોના સિંચાઈ માટે ટ્યુબવેલ પર રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી હતી. મોટાભાગના ગામોમાં દિવસના બદલે રાત્રે સિંચાઈ માટે વીજળી આપવામાં આવી રહી છે. રાત્રે જાનવરોનો પણ ભારે ત્રાસ હોય છે, વળી રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવાનો ભય સતાવે છે. 



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.