લ્યો બોલો! MLA મહેન્દ્ર પાડલીયાને ખોબલે-ખોબલે મત આપીને ધોરાજીના લોકો પસ્તાઈ રહ્યા છે, આવી રીતે વ્યક્ત કર્યો આક્રોશ


  • Published By :
  • Published Date : 2023-07-05 15:11:17

ભાજપ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગ્યો છે, વિવિધ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે. ભાજપ લોકસભા 2024માં નવી રેકોર્ડ જીત નોંધાવવા માગે છે, પણ ગુજરાતમાં સ્થાનિક લોકો ધારાસભ્યોના કામકાજથી ભારે અસંતોષ ધરાવે છે. જેમ કે ધોરાજી વિધાન સભા બેઠકના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો તેમના જ મત વિસ્તારમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ધોરાજી બેઠક પરથી કોંગ્રેસના અગ્રણી લલીત વસોયાને હરાવનારા ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી લોકોએ જબરદસ્ત આક્રોશ દર્શાવ્યો છે. 


શા માટે પોસ્ટરો લાગ્યા?


ધોરાજીમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા છેલ્લા ઘણા સમયથી ગુમ છે તેવા પોસ્ટરો સ્થાનિક દ્વારા લગાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરાજીના રસ્તા પ્રથમ વરસાદે જ ધોવાઇ ગયા છે ઠેર ઠેર મોટા મોટા ગાબડાં પડી ગયા છે, આવા તુટેલા રોડ રસ્તાને લઇને શહેરીજનોએ આવા પૉસ્ટર લગાવીને રોષ ઠાલવ્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને ખોબલે ખોબલે મત આપ્યા બાદ ગાયબ થઇ ગયેલા ધારાસભ્ય પાડલીયાને પ્રજા શોધી રહી છે એવો પૉસ્ટરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોરાજીના કેટલાય વિસ્તારોમાં આવા પૉસ્ટર લગાવીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. લોકોને બિસ્માર રોડ રસ્તાંથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ છતાં ચૂંટાયેલા ધારાસભ્યના પેટનું પાણ પણ હલતું નથી આ જાણીને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે