જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અને ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા તેમના મતવિસ્તારના વિકાસના કાર્યોને લઈ સક્રિય બન્યા છે. આજે તેમણે જામનગરના ગોકુલનગર વિસ્તારનાં મથુરાનગરમાં ચાલતા સીસી રોડનાં કામનું જાત નિરિક્ષણ કર્યું હતું. જેમાં ખરેખર રોડનું કામ નબળું હોવાનું સામે આવતા લોકોની સામે જ રીવાબાએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો અને યોગ્ય રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી. સીસી રોડનું કામ નબળુ થતું હોવાની લોકોએ રીવાબાને ફરિયાદ કરી હતી. જેના આધારે રીવાબાએ સ્થળની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી.
કોન્ટ્રાક્ટ કોઈ જવાબ આપી શક્યો નહીં
રીવાબા રીવાબા જાડેજા જ્યારે તે સ્થળે પહોંચ્યા તે વખતે લોકો એકઠા થઈ ગયા હતા.આ દરમિયાન રોડની કામગીરી અંગે રીવાબા કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો અને નબળી કામગીરી સવાલોની ઝડી વરસાવી હતી. રિવાબાએ ખરાબ કામ અંગે ચોખવટ કરવા અંગે પુછ્યું તો તે કોન્ટ્રાક્ટ કોઈ જવાબ આપી શક્યો નહોતો. રીવાબાએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લેતા કહ્યું કે, આ બધુ આપણે તમારા કે મારા માટે નહીં પરંતુ અહી ઉભેલા લોકો માટે કરી રહ્યા છીએ.
અધિકારીઓ દોડી આવ્યા
ધારાસભ્ય રીવાબા જાડેજા આરસીસી રોડની મુલાકાત લેવા આવ્યા છે. જે સમાચાર મળતા શહેર ભાજપ મહામંત્રી મોરામણભાઈ ભાટુ, શહેર ભાજપ આગેવાન દિલીપસિંહ તેમજ નાયબ એન્જીનિયર પાઠક સહિતના અધિકારીઓ તાત્કાલીક સ્થળે આવી પહોંચ્યા હતા.






.jpg)








