મોબાઈલે લીધો એક યુવાનનો ભોગ! મોબાઈલ ફોન ન મળતા Suratમાં 19 વર્ષીય યુવાને ટૂંકાવ્યું જીવન, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-14 17:34:08

એક સમય હતો જ્યારે બાળકોને ઘરમાં લાવવા મુશ્કેલ હતા. બહાર પોતાના મિત્રો સાથે બાળકો રમતા હતા. ઘરે જ્યારે બાળકોને બોલાવવામાં આવતા હતા ત્યારે નાખુશ થઈ બાળકો નાછુટકે ઘરે આવતા હતા. પરંતુ હવે જમાનો બદલાયો છે. જ્યારથી ટેક્નોલોજી વિક્સી છે ત્યારથી આપણે ટેક્નોલોજીને આધીન થઈ ગયા છીએ. સુખ સાધનો વગર આપણને નથી ચાલતું. અને તેમાં પણ જો આપણાં હાથોમાંથી મોબાઈલ લઈલે તો કહેવું જ શું. મોબાઈલ આપણને સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ આપણે તેના આધીન થઈ ગયા છીએ. આજની પેઢી એવી છે જે મોબાઈલ વગર જો તેમને જમાડો તો તે જમશે પણ નહીં.


બાળકોના હાથમાંથી મોબાઈલ છોડાવો બન્યો મુશ્કેલ  

આજે મોબાઈલ અંગેની વાતો એટલા માટે કરવી છે કારણ કે સુરતથી સામે આવેલો કિસ્સો કદાચ દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન સાબિત થઈ શકે છે. યુવાનોમાં તેમજ બાળકોમાં મોબાઈલનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. અને તેમાં પણ કોરોના બાદ બાળકોના હાથથમાંથી મોબાઈલ છોડાવવો મુશ્કેલ છે. નાની ઉંમરે માતા પિતા બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે, મોબાઈલ આપતા પહેલા કદાચ માતા પિતા વિચારતા પણ નહીં કો આ ઘટનાનો દુષ્ટ પરિણામ પણ આવી શકે છે. 


પરિવારે મોબાઈલ ફોન ન આપ્યો તેને કારણે યુવાને લીધું આ પગલું!

સુરતમાં 19 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો કારણ કે તેણે નવો મોબાઈલ લેવાની જીદ કરી હતી. યુવાનની જીદ માતા પિતાએ ન સ્વીકારી હતી. જેને કારણે યુવાને આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું તેવી આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. એકાએક યુવાન બાળકના મોતના સમાચાર સાંભળી માતા પિતાના તળીયે નીચેથી જમીન સરકી ગઈ હતી.  જે યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવકુમારનો પુત્ર હતો. 


થોડા દિવસો બાદ મૃતક યુવાનનો હતો જન્મદિવસ

આત્મહત્યા કરનાર યુવકનો 10 દિવસ બાદ જન્મદિવસ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પારસે જન્મદિવસની ગિફ્ટ માટે એક મોબાઈલ ફોનની માગણી કરી હતી. મોબાઈલ ફોન લેવાની જીદ પકડીને યુવાન બેઠો હતો. પરંતુ પિતાએ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મોબાઈલ ફોન લેવાની ના પાડી દીધી. મોબાઈલ ફોન લાવવાનો ઈન્કાર કરાતા યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 19 વર્ષીય બાળકે આત્મ હત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવાર એકદમ ગમગીન થઈ ગયો છે.   




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."