AAP નેતા જે.જે મેવાડા સામે મોડાસા કોર્ટે આપ્યો તપાસનો આદેશ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-12-31 14:33:46

લોકસભાની ચૂંટણી પહેલા આપના નેતાઓ પર પર સિકંજો કસવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ચૈતર વસાવા બાદ હવે અન્ય એક નેતા સાણસામાં આવી ગયા છે. આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત DySP જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિલકત મામલાની તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે. જે બાદ ACB દ્વારા AAP નેતાની કરોડોની મિકલત મામલે તપાસ કરવામાં આવશે.


શું છે મામલો?
 

વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે.જે મેવાડાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ચૂંટણીના એફિડેવિટમાં તેમણે પોતાની 300 કરોડની મિલકત દર્શાવી હતી. આ મામલે વિરલ ગોસ્વામીએ જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિકલતની તપાસ માટે કોર્ટમાં અરજી કરી હતી. તેમના આરોપ મુજબ, જે.જે મેવાડા ખેતીની જમીન, પાર્ટી પ્લોટ, મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે, જે તેમણે ફરજ દરમિયાન વસાવ્યા હતા.  તેઓએ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર વડે આ મિલકતોને એકઠી કરી હોવાના આક્ષેપો કરવામાં આવતા હતા. જેને લઈ વિરલ ગોસ્વામીએ આ અંગેની તપાસ કરવા માટે મોડાસા કોર્ટમાં અરજી કરી હતી.


મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપ્યો આદેશ


હવે આ મામલે મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે તપાસના આદેશ આપ્યા છે, જેમાં ACBના નાયબ અધિક્ષકને જે.જે મેવાડા સામે સ્વતંત્ર કાર્યવાહી કરીને તપાસના આદેશ આપ્યા હતા. જે તપાસ DySP કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવનાર છે. આ કેસની તપાસ હાથધરી ACBએ જે.જે મેવાડા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે