વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે જાહેરાતો પાછળ ખર્ચ્યા 6491 કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2022-12-14 18:38:44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે નિવાસ્થાનોના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય રાજધાનીના વિકાસમાં કરોડોનો ખર્ચ કર્યો છે જો કે અમે પ્રચાર-પ્રસાર માટે જાહેરાતોનો સહારો નથી લેતા. જાહેરાતોમાં મારો પણ ફોટો ચમકી શકતો હતો પરંતું અમારી સરકાર લોકોની જિંદગીમાં પરિવર્તન લાવવામાં વિશ્વાસ રાખે છે. જો  કે પ્રધાનમંત્રીના આ નિવેદનના એક મહિના બાદ જ ભારત સરકારે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે નાણાવર્ષ 2014થી 7 સપ્ટેમ્બર 2022ના દરિયાન 6491 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.


CPI સાંસદ એમ. સેલ્વરાજને સરકારને કર્યો સવાલ


ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના (CPI) નેતા અને લોકસભા સાંસદ એમ. સેલ્વરાજને 13 ડિસેમ્બરના દિવસે લોકસભામાં 2014થી અત્યાર સુધી જાહેરાતો પાછળ થયેલા ખર્ચની માહિતી આપી હતી. આ સવાલનો જવાબ અનુરાગ ઠાકુરે આપ્યો હતો. ભાજપ સરકારે આઠ વર્ષ અને દશ મહિનામાં જાહેરાત પાછળ લગભગ 6491 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમાંથી 3230 કરોડ રૂપિયા પ્રિન્ટ મીડિયા પર જ્યારે 3260.79 કરોડ રૂપિયા ટેલિવિઝન માધ્યમ પર ખર્ચવામાં આવ્યા છે.


અનુરાગ ઠાકુરે આપેલા આંકડા દર્શાવે છે કે મોદી સરકારે દર મહિને જાહેરાતો પાછળ લગભગ 62 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ રીતે, દરરોજ લગભગ 2 કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચવામાં આવે છે.


UPA સરકારે 10 વર્ષમાં રૂ. 3,582 કરોડ ખર્ચ્યા


તે જ પ્રમાણે બીબીસીએ આરટીઆઈ દ્વારા માહિતી મેળવી હતી કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે તેના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેરાતો પર કુલ રૂ. 3,582 કરોડનો ખર્ચ કર્યો હતો. આ રીતે, મોદી સરકારે આઠ વર્ષમાં મનમોહન સરકાર કરતાં લગભગ બમણી રકમ ખર્ચી છે. આમ છતાં પીએમ મોદી વધુ જાહેરાતો આપવા માટે અન્ય રાજકીય પક્ષોને ટોણા મારતા જોવા મળે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .