આતંકવાદી સંગઠન SIMI પર મોદી સરકારની કાર્યવાહી, પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવ્યો


  • Published By :
  • Published Date : 2024-01-29 20:28:16

કેન્દ્ર સરકારે આતંકવાદી સંગઠન 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા' (SIMI) પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે આ માહિતી આપતા  તેમણે કહ્યું કે, "આતંકવાદને ક્યારેય બર્દાસ્ત નહીં કરવાના PM નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને મજબૂત બનાવતા, સિમીને UAPA હેઠળ 5 વર્ષ માટે 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું છે."


SIMI પર પ્રતિબંધ શા માટે લંબાવાયો?


SIMI ભારતના સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ થવા બદલ સરકારે સોમવારે આતંકવાદી જૂથ સિમી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.


2001માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો


વર્ષ 2001માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન સિમી પર પહેલીવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારથી આ પ્રતિબંધ દર પાંચ વર્ષે લંબાવવામાં આવે છે. સિમી પર છેલ્લો પ્રતિબંધ 31 જાન્યુઆરી, 2019ના રોજ લાદવામાં આવ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે