ડાયમંડ સિટી સુરતને મોદી સરકારની મોટી ભેટ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર


  • Published By :
  • Published Date : 2023-12-15 22:09:35

ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત ગુજરાતના સુરત શહેરને મોદી સરકારે આજે મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આ વ્યૂહાત્મક પગલાનો હેતું સુરતની અભૂતપૂર્વ આર્થિક ક્ષમતાને બહાર લાવવાનો છે. મોદી સરકારના આ નિર્ણયથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં એક મહત્વનું હબ બનશે અને રાજ્યમાં સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


સુરતને શું લાભ થશે?


કેન્દ્ર સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી આર્થિક વિકાસને વેગ મળશે, વિદેશી રોકાણ આકર્ષવામાં અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે. આનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સુવિધા તો મળશે જ પરંતુ હીરા અને કાપડ જેવા ઉદ્યોગો માટે નિકાસ-આયાતનું કામ પણ સરળ બનશે. જેનાથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનના નકશા પર આવી જશે અને તેનાથી સમગ્ર ક્ષેત્રમાં સમૃદ્ધિના નવા યુગની શરૂઆત થશે. સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી વધ્યો છે.


PM મોદી કરશે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન


PM નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સના ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવતા ઉદ્યોગકારોને લાભ  મળશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે