UPA કાર્યકાળમાં થયેલા ગેરવહીવટ મામલે મોદી સરકાર લાવશે શ્વેત પત્ર, 9 કે 10 ફેબ્રુઆરીએ સંસદમાં રજુ કરાશે


  • Published By :
  • Published Date : 2024-02-06 19:12:57

કેન્દ્રની મોદી સરકાર કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર (2004-2014)ના 10 વર્ષના આર્થિક ગેરવહીવટને લઈ સંસદમાં શ્વેતપત્ર લાવશે. આ શ્વેતપત્ર શુક્રવારે (9 ફેબ્રુઆરી) અથવા શનિવારે (10 ફેબ્રુઆરી) ગૃહમાં રજૂ કરી શકાય છે. આર્થિક ગેરવહીવટ ઉપરાંત, શ્વેતપત્રમાં UPA સરકાર દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાઓની અસર વિશે પણ વાત કરવામાં આવશે. આ સિવાય ભારતની આર્થિક કટોકટી અને અર્થતંત્ર પર તેની નકારાત્મક અસરો વિશે પણ પત્રમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ કારણોસર સંસદનું સત્ર પણ એક દિવસ માટે લંબાવવામાં આવ્યું છે.


PM મોદીએ આપ્યો હતો સંકેત


આ શ્વેત પત્ર એવા સમયે આવી રહ્યું છે જ્યારે સોમવારે (5 ફેબ્રુઆરી) એ જ પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે લોકસભામાં કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર એક પરિવારમાં જ ઉલઝી ગઈ છે. તેમણે દેશના લોકોનું કોઈ જ કામ કર્યું નથી. ગૃહમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું નામ લેતા PM મોદીએ કહ્યું, "દેશએ જેટલુ પરિવારવાદના કારણે નુકસાન સહન કર્યું છે, તેટલું જ નુકસાન કોંગ્રેસને પણ થયું છે." અધીર બાબુની હાલત જોઈ રહ્યા છો, મલ્લિકાર્જુન ખડગે આ ગૃહમાંથી તે ગૃહમાં ચાલ્યા ગયા. ગુલામ નબી આઝાદે પોતે જ પાર્ટી છોડી દીધી. આવા અનેક નેતાઓ પરિવારવાદનો ભોગ બન્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે, એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવાના ચક્કરમાં કોંગ્રેસની દુકાનને તાળા લાગી જાય તેવી સ્થિતી સર્જાઈ છે.


નિર્મલા સીતારમણે પણ કહીં હતી આ વાત


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નેટવર્ક 18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સંસદમાં શ્વેતપત્ર રજૂ કરવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું, “શ્વેતપત્ર UPA સરકારના શાસન દરમિયાન અર્થતંત્રના ગેરવહીવટની અસર પર ધ્યાન કેન્દ્રિત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આમાં અગાઉની સરકારના તે તમામ પગલાઓ વિશે જણાવવામાં આવશે જે અનૈતિક હતા અને તે સમયે જો યોગ્ય પગલા લેવામાં આવ્યા હોત તો તેની દેશની અર્થવ્યવસ્થા પર કેવા પ્રકારની સકારાત્મક અસર પડી શકી હોત. નાણામંત્રીએ કહ્યું કે તે સમયગાળા દરમિયાન દેશે 10 શાનદાર વર્ષ ગુમાવ્યા હતા. "અર્થતંત્રનું દરેક ક્ષેત્ર બેંકોથી લઈને ખનીજ સુધીની સમસ્યાઓથી પીડિત હતું."


શું હોય છે શ્વેતપત્ર?


શ્વતપત્રની શરૂઆત 1922માં બ્રિટનમાં થઈ હતી. આ કોઈ એક ચોક્કસ વિષયની માહિતી અથવા એક સર્વેક્ષણ કે રિસર્ચનાં પરિણામનો સારાંશ હોય છે. આ શ્વેતપત્ર કોઈપણ વિષય પર હોઈ શકે છે, પરંતુ મોટા ભાગે એ હંમેશાં કોઈપણ એક ક્ષેત્રે કામ કરવાની પદ્ધતિમાં સુધારો કરવાનું સૂચન આપતો હોય છે. સામાન્ય રીતે શ્વેતપત્ર પર સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અથવા ઓછામાં ઓછા એક નિર્ણયને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવે છે.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મોદી સરકાર વિરુદ્ધ કોરોનાની ત્રીજી લહેર વિશે એક શ્વેતપત્ર પણ જાહેર કર્યું હતું. જેમાં કોરોના સામેની ત્રીજી લહેરની તૈયારી, બીજી લહેરની ખામીઓ, આર્થિક મદદ અને પીડિત પરિવારોને વળતરની વ્યવસ્થા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રને જાહેર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ શ્વેતપત્ર દ્વારા કેન્દ્ર સરકારની ભૂલો સુધારવા અને તેમને રસ્તો દેખાડવા માગે છે.



ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ હોય તેવું દેખાઈ આવે છે.. ચૂંટણી પુરી થઈ, પરિણામો આવવાના બાકી છે, ભાજપને 25 જીતવાનો ભરોસો છે તો કૉંગ્રેસને 2009ની જેમ 7-8 લોકસભા સીટો જીતવાનો ચાન્સ લાગે છે, પણ ચૂંટણી પુરી થતાની સાથે જ ભાજપમાં જબરદસ્ત ભડકો જોવા મળી રહ્યો છે.

દાહોદ લોકસભા બેઠકના પરથમપુરના બુથ નંબર 220થી એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિે બૂથ કેપ્ચર કર્યું. સાથે સાથે ઈન્સ્ટા લાઈવ પણ કર્યું.. વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં આવતી કાલે મતદાન થવાનું છે.

ઈફ્કોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયાની જીત થઈ હતી ત્યારે હવે ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે.. સતત બીજી વખત ચેરમેન તરીકે તેમની નિયુક્તિ થઈ છે. સાથે સાથે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો છે.