મોહમ્મદ શમીએ કહ્યું "જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે?...1000 વાર કહો શું ફરક પડે છે?"


  • Published By :
  • Published Date : 2024-02-09 17:14:11

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે 'એક હજાર વખત જય શ્રી રામ અને અલ્લાહ હૂ અકબર બોલવામાં કાંઈ ખોટું નથી. કેમ કે તેનાથી કોઈ ફરક નથી પડતો'. મોહમ્મદ શમીએ ન્યૂઝ 18 સાથેની ચર્ચામાં આ વાત કહીં હતી. તેમણે કહ્યું 'દરેક ધર્મમાં તમને 5થી 10 એવા લોકો મળી જશે જે અન્ય ધર્મના લોકોને પસંદ નથી કરતા. મને તેનાથી કોઈ મુશ્કેલી નથી'. 33 વર્ષીય મોહમ્મદ શમી હાલ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. ઘાયલ હોવાના કારણે તે નવેમ્બર 2023માં વન ડે ટૂર્નામેન્ટ ખતમ થાય તે પહેલા બહાર થઈ ગયા છે. 


1000 વખત બોલો જય શ્રી રામ


'જો રામ મંદિર બની રહ્યું છે તો જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે?' મોહમ્મદ શમીએ કહ્યું, 'જ્યારે સઝદા કરવાની વાત આવી... રામ મંદિર બની રહ્યું છે તો જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે.1000 વખત બોલો જય શ્રી રામ. જો મારે અલ્લાહ હુ અકબર કહેવું હોય તો હું 1000 વાર કહીશ... તેનાથી શું ફરક પડે છે?' અગાઉ શમીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે તે શા માટે તેના બંને ઘૂંટણથી જમીન પર બેઠો હતો, જેને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સજદા કરવાનો પ્રયાસ બતાવ્યો હતો.



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.