RSSના સ્થાપના દિવસે મોહન ભાગવતે કરી અનેક મુદ્દાઓ પર વાત, કહ્યું શક્તિ જ શાંતિનો આધાર છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 15:49:44

વિજયા દશમીના દિવસે શસ્ત્રપૂજન કરવાની પરંપરા છે. ત્યારે નાગપુર ખાતે સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું છે. 1925માં વિજયા દશમીના દિવસે રાષ્ટ્રીય સેવા સંઘની સ્થાપના કરવામાં આવી હતી. શસ્ત્ર પૂજા બાદ આરએસએસના વડા મોહન ભાગવતે સંબોધન આપ્યું હતું.

'સમાન જનસંખ્યા પોલિસી બનવી જોઈએ' 

સંઘ પ્રમુખે પોતાના વ્યક્ત દરમિયાન જનસંખ્યા પર નિવેદન આપ્યું હતું. પોતોના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશમાં ગંભીર મંથન બાદ વ્યાપક જનસંખ્યા પોલિસી લાવી જોઈએ. જનસંખ્યામાં પ્રમાણનું પણ સંતુલન હોવું જોઈએ, આપણે જનસંખ્યા અસંતુલનના ગંભીર પરિણામો ભોગવ્યા જ છે. 50 વર્ષ પહેલા બનેલું પરંતુ આજના સમયે પણ એવું જ બની જ ગયું છે. વસ્તીનું અસંતુલન ભૌગેલિક સીમાઓમાં પરિવર્તન તરફ દોરી જાય છે. વસ્તી નિયંત્રણ અને ધર્મ આધારિત વસ્તી સંતુલન એક નાનો વિષય છે જેને હવે અવગણી શકાય તેમ નથી. તેથી એક સર્વગ્રહી વસ્તી નીતિ લાવવી જોઈએ અને તે બધા પર સમાનરૂપે લાગૂ થવી જોઈએ.

 

માતૃશક્તિ પર આપ્યું મોહન ભાગવતે નિવેદન   

વધુમાં તેમણે કહ્યું કે શક્તિએ શુભ અને શાંતિનો આધાર છે. મહિલા સશક્તિકરણ વિશે તેમણે કહ્યું કે આપણે તેમને જગતજનની માનીએ છીએ, પરંતુ તેમને બંધનમાં બાંધો તે યોગ્ય નથી. માતૃશક્તિને જાગૃત કરવાનો કાર્યક્રમ પરિવારથી શરૂ કરવો પડશે. નિર્ણય લેવામાં મહિલાઓને આગળ લાવવા પડશે. તેમનો આદર કરવો પડશે. પરિવારમાં માતૃશક્તિ અને નિર્ણયની સ્વતંત્રતાને સમાન અધિકાર આપવો જોઈએ. માણસ જે પણ કામ કરે છે તે માતૃશક્તિથી થઈ શકે છે, પરંતુ માતૃશક્તિ જે કંઈ કરી શકે છે, તે માણસ બધાં કરી શક્તો નથી. મહત્વનું છે કે પહેલી વખત વિજયા દશમીના કાર્યક્રમમાં એક મહિલાને મુખ્યમહેમાન બનાવવામાં આવ્યા હતા. 97 વર્ષના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બની છે જેમાં માઉન્ટ એવરેસ્ટને બે વખત સર કરનાર ભારતીય મહિલા વિશેષ અતિથિ બન્યા હતા.

   

ભારતનું સન્માન વિશ્વભરમાં વધ્યું

મોહન ભાગવતે કહ્યું કે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. અમે લંકાને તેની નાણાકીય કટોકટીમાં મદદ કરી, યુક્રેનમાં અમેરિકા અને રશિયા વચ્ચેની લડાઈમાં અમે અમારા હિતોને સૌથી આગળ રાખ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં આપણ સતત સફળ થઈ રહ્યા છીએ અને આત્મનિર્ભર બની રહ્યા છીએ. આ કાર્યક્રમમાં નીતિન ગડકરી તેમજ દેવેન્દ્ર ફડનવીસ ઉપસ્થિત રહ્યા હતા.          



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.