મોહનથાળ પ્રસાદનો ગરમાયો મુદ્દો! અંબાજીમાં આજે કરાયું છે બંધનું એલાન, કોંગ્રેસે પણ આ મુદ્દાને લઈ કર્યો હતો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-03-11 11:41:34

છેલ્લા અઠવાડિયાથી શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મોહનથાળ પ્રસાદ બંધ થતા માઈ ભક્તોમાં નારાજગી વ્યાપી ઉઠી હતી. મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની ભક્તો માગ કરી રહ્યા છે. જો પ્રસાદ ફરી શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચિમકી વિવિધ સંગઠન દ્વારા આપવામાં આવી છે. કોંગ્રેસ પણ આ મુદ્દાને લઈ ગંભીર બની છે. ત્યારે આજે અંબાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

New Project 2023 03 11T100812.781



અંબાજીમાં કરાયું છે બંધનું એલાન  

મોહનથાળ પ્રસાદનો વિવાદ સતત વધી રહ્યો છે. ગયા અઠવાડિયાથી શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મહાપ્રસાદ ગણાતા મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા માઈભક્તોમાં તેમજ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચિક્કી લેવાનું ભક્તો ટાળી રહ્યા છે. વિવિધ સંગઠનો દ્વારા મોહનથાળ પ્રસાદ ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ અંગે નિર્ણય લેવાયો નથી. ત્યારે આજે અંબાજી બંધનું એલાન અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. લોકો સ્વૈચ્છિક રીતે ધંધા રોજગાર બંધ રાખશે. આ મુદ્દો ધાર્મિક મુદ્દો છે પરંતુ તેમાં રાજકારણની એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પણ ધરણા કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. 


કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં કરાયો હતો વિરોધ 

વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ દ્વારા પ્રશ્નો અને મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે  મોહનથાળ પ્રસાદનો મુદ્દો પણ ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં મોહનથાળની વહેંચણી કરી હતી. બોલ મારી અંબે જય જય અંબેના નારા લગવી ગૃહની બહાર નીકળી ગયા હતા. તે ઉપરાંત કોંગ્રેસ રવિવારે મંદિરોમાં મોહનથાળ પ્રસાદની વહેંચણી કરવાની છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે