Ahmedabadની આ સોસાયટીમાં આજે પણ કરાય છે મહોલ્લા માતાની સ્થાપના, તસવીરો જોઈ બાળપણના દિવસો યાદ આવશે!


  • Published By :
  • Published Date : 2023-10-18 14:16:30

હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય છે. ગમે તે તહેવાર કેમ ન હોય પરંતુ તેની ઉજવણી ત્યાં સુધી અધૂરી લાગે છે જ્યાં સુધી એ તહેવારમાં ગરબા ન કરવામાં આવે. ગરબાને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ હોય છે. પહેલા શેરીઓમાં ગરબા રમતા હતા, તે પછી સોસાયટીમાં ગરબાની શરૂઆત થઈ અને હવે તો પાર્ટી પ્લોટમાં ગરબા રમાઈ રહ્યા છે. દરેક પર્વની સાથે પરંપરાઓ જોડાયેલી હોય છે પરંતુ સમયની સાથે સાથે એ પરંપરાઓમાં બદલાવ આવતા હોય છે અથવા તો એ પરંપરા વિસરાઈ જતી હોય છે. ત્યારે આવી જ એક પરંપરા છે જ્યાં ગરબા રમાતા હોય ત્યાં માટીથી ગબ્બર બનાવી માતાજીની સ્થાપના કરવી.   અમદાવાદ: નવરાત્રી આવતા જ આપણને સૌને બાળપણના દિવસો યાદ આવી જાય છે. પહેલા શેરી ગરબા થતા હતા. જેમાં બધા છોકરાઓ ભેગા મળી ગબ્બર બનાવતા.જ્યારે આજના ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ ધીમે ધીમે ભૂંસાઈ રહી છે. ત્યારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ સોસાયટીના બાળકો દ્વારા સુંદર પાવાગઢ બનાવવામાં આવ્યો છે.


મહોલ્લા માતાની કરવામાં આવતી હતી સ્થાપના 

કોઈ પણ તહેવાર આપણે ઉજવીય છે તેની પાછળ સંસ્કૃતિ, પરંપરા જોડાયેલી હોય છે. નવરાત્રીની ઉજવણી દરમિયાન ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. એક સમય હતો જ્યારે નવરાત્રી દરમિયાન બાળકો દ્વારા મહોલ્લા માતા બનાવવામાં આવતા. મહોલ્લા માતાજીની સ્થાપના કરવામાં આવતી હતી. પરંતુ સમયની સાથે સાથે આ પરંપરા વિસરાઈ ગઈ. હવે ટેબલ પર માતાજીનો ફોટો રાખવામાં આવે છે અને તેની આજુબાજુ ગરબા કરવામાં આવે છે. પરંતુ એક સમય હતો જ્યારે મહોલ્લા માતાની આસપાસ ગરબા રમાતા હતા. પરંતુ મહોલ્લા માતાની સ્થાપના નથી કરવામાં આવતી. ત્યારે અમદાવાદમાં આજે પણ એક સોસાયટી છે જ્યાં માટીના મહોલ્લા માતાની સ્થાપના કરવામાં આવી છે.

 સોસાયટીમાં નવરાત્રિ દરમિયાન નવ દિવસ મહોલ્લા માતાની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવાની પ્રાચીન પરંપરાને હજુ પણ કેટલીક જગ્યાએ જાળવી રાખી છે. જેમાં નવા નરોડાની કર્મભૂમિ સોસાયટી, સિટી વિસ્તારની માંડવીની પોળ, વિંછીની પોળ વગેરે જગ્યાએ માટીમાંથી પહાડ, નદી, તળાવ, રસ્તા, ગુફા વગેરે બનાવવામાં આવે છે. સાથે સાથે ફુવારા, ઉડનખટોલા, નાના નાના રમકડાથી સજાવટ પણ કરવામાં આવે છે.

નવરાત્રી પહેલા સોસાટીમાં બાળકો બનાવતા હતા મહોલ્લા માતા 

બાળકોમાં નાનપણથી ઈશ્વર પ્રત્યે આસ્થા જાગે તે માટે વાલીઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. માતાજી પ્રત્યે બાળકોને આસ્થા જાગે તે માટે ગામ, સોસાયટી, પોળમાં ગબ્બરની સ્થાપના કરવામાં આવે છે. માતાજીના તીર્થસ્થાન એવા ગબ્બરને બનાવવામાં આવે છે અને એમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. મહોલ્લા માતા બનાવવામાં આવે છે જેમાં માટીમાંથી પહાડ, નદી, તળાવ, રસ્તા, ગુફા વગેરે બનાવવામાં આવે છે. સાથે સાથે ફુવારા, ઉડનખટોલા, નાના નાના રમકડાથી સજાવટ પણ કરવામાં આવે છે. પરંતુ ધીરે ધીરે આ પરંપરા બદલાઈ રહી છે. 

  નવરાત્રી દરમિયાન શેરીઓમાં ગબ્બર બનાવવાનું અનોખું મહત્વ રહેલું છે. ત્યારે આ ગબ્બર પર બિરાજતા મહોલ્લા માતા જેને લોકો મલ્લા માતાના નામથી ઓળખે છે. કહેવાય છે કે મલ્લા માતાની સ્થાપના કરવાથી માતાજી આખું વર્ષ તમારા મહોલ્લા એટલે કે સોસાયટીની રક્ષા કરે છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે બદલાતા સમય સાથે આ પરંપરા વિસરાઈ રહી છે.

નરોડામાં આવેલી આ સોસાયટીમાં બાળકોએ પાવાગઢ બનાવ્યો   

સમયની સાથે પરંપરામાં અનેકો બદલાવ આવતા હોય છે. અનેક પરંપરાઓ એવી છે જે વિસરાઈ જતી હોય છે. આ નવરાત્રીમાં જ અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં રોબોટ દ્વારા આરતી કરવામાં આવે છે. સમયની સાથે માણસો પોતાની પરંપરા ભૂલતો જાય છે. મહોલ્લા માતા બનાવ્યા હોય તેવી સોસાયટીઓ તો મળતી નથી પરંતુ અમદાવાદમાં એક એવી સોસાયટી છે જ્યાં આજે પણ બાળકો દ્વારા મહોલ્લા માતાની સ્થાપના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહોલ્લા માતાની સ્થાપના કરવાથી માતાજી આખું વર્ષ સોસાયટીની રક્ષા કરે છે. ત્યારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ સોસાયટીના બાળકો દ્વારા સુંદર પાવાગઢ બનાવવામાં આવ્યો છે. તમે પણ તમારા નાનપણમાં આવો પાવાગઢ બનાવ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવો... 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી