મોદી સરકાર સામે વિપક્ષ એકજુથ, સંસદના ચોમાસુ સત્રમાં આ મુદ્દાઓ પર સરકારને ઘેરવા બનાવી રણનીતિ


  • Published By :
  • Published Date : 2023-07-16 13:46:25

કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારને ઘેરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે સંકેત આપ્યો કે કોંગ્રેસ કેજરીવાલ સરકારની સાથે છે. જયરામે સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં હાજરી આપી હતી. વિપક્ષોની બેઠકમાં સંસદના આગામી ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસની યાદીમાં મણિપુર હિંસાનો મુદ્દો સૌથી મહત્વનો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે ગૃહમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ. પહેલો મુદ્દો મણિપુરનો છે. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાનની હાજરીમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા થાય. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. 


આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે વિપક્ષ


કોંગ્રેસના નેતા જયરામ રમેશે અગાઉ, સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં સંસદના આગામી ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જયરામ રમેશે બેઠક બાદ કહ્યું કે અમે કેન્દ્ર સરકાર દ્વારા સંઘીય માળખા પરના હુમલાને રાજ્યપાલો દ્વારા સંસદમાં ઉઠાવીશું. આ સિવાય કોંગ્રેસ મણિપુર હિંસા, બાલાસોર ટ્રેન દુર્ઘટના, GSTને PMLA હેઠળ લાવવું, મોંઘવારી,મહિલા કુસ્તીબાજોની સતામણી, અદાણી હિંડનબર્ગ વિવાદ મુદ્દે જેપીસીની માંગ સહિતના મુદ્દે વિપક્ષ સંસદમાં સરકારને ઘેરશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે