કથાકાર મોરારી બાપુએ હિન્દુત્વના મોભી ગણાતા સંગઠનના વડા પર વ્યાસપીઠ પરથી ઉઠાવ્યા સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 12:36:32

થોડા સમય પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્ય સંચાલક મોહન ભાગવત મદરેસાની મુલાકાતે ગયા હતા. તેમની મુલાકાતને લઈ અનેક વિવાદો થયા હતા. રાજકીય પાર્ટી ઉપરાંત કથાકારો પણ તેમની મુલાકાત પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈ કથાકાર મોરારી બાપુએ હિંદુત્વના મોભી ગણાતા સંગઠનના વડા પર કટાક્ષ કર્યો છે.

 મદરેસાની મુલાકાત પર મોરારી બાપુએ ઉઠાવ્યા સવાલ

રામ કથા માટે જાણીતા મોરારી બાપુ પોતાની કથા દરમિયાન અનેક વખત ગઝલ ગાતા હોય છે. ગઝલમાં આવતા ઉર્દુ શબ્દને લઈ અનેક વખત વિખવાદ પણ છેડાયો છે. હિંદુત્વનું નામ લઈ તેમના પર પ્રહાર કરવામાં આવ્યા છે. વ્યાસ પીઠ પરથી ઉર્દુ શબ્દોનું ઉચ્ચારણ ન કરવું જોઈએ તેવું અનેક વખત કહેવામાં આવ્યું છે. ત્યારે હવે મોરારી બાપુએ નામ લીધા વગર આરએસએસ વડાની મદરેસા મુલાકાત પર સવાલ ઉઠાવ્યો છે. 

RSS सरसंघचालक मोहन भागवत पहुंचे मस्जिद में । - MKV NEWS


પોતાની રામ કથા દરમિયાન વ્યાસ પીઠ ઉપરથી તેમણે કહ્યું કે તેમની કથા દરમિયાન ગવાતી ગઝલમાં ઉર્દુ શબ્દ આવે તો તેમના પર વાક પ્રહાર શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે હિંદુત્વના મોભી ગણાતા સંગઠનના પ્રમુખ મદરેસામાં જઈ ઈમામ સાથે વાતચીત કરે છે ત્યારે તેમને કોઈ કેમ નથી બોલતું કે કેમ કોઈ ટીકા નથી કરતું.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે