સ્વામિનારાયણ-સનાતન વિવાદ: મોરારી બાપુએ કહ્યું "મેં અમુક લોકોને ક્યારેય રામ મંદિરે આવતા જોયા નથી"


  • Published By :
  • Published Date : 2023-09-13 17:10:28

સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદાસ્પદ ભીંતચિંત્રોથી શરૂ થયેલો વિવાદ દિન પ્રતિ દિન વકરી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મની વચ્ચે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.  હવે આ મામલે જાણીતા રામકથાકાર મોરારિબાપુએ પણ નિવેદન આપ્યું છે.


શું કહ્યું મોરારી બાપુએ?


મોરારી બાપુએ વ્યાસપીઠ ઉપરથી નિવેદન આપ્યું છે કે 'ખ્રિસ્તી લોકો ધર્માંતરણ કરાવે છે જે યોગ્ય નથી. ઇસ્લામ ધર્મના કેટલાક કહેવાતા આતંકી તત્વો બીજાને કાફર કહીને કતલે આમ કરે છે તે પણ યોગ્ય નથી. પરંતુ આ બધું તો દેખાય છે. કેટલાક આપણામાં જ રહીને દાવો કરે છે કે, રામકૃષ્ણ- વેદ આદી છે જ નહીં, માત્ર અમે જ છીએ. ક્યાં આપણો સનાતન ધર્મ કે, આપણા મહાદેવ કે આપણી જગદંબા ક્યાં રામ અને કૃષ્ણ. મેં અમુક લોકોને ક્યારેય રામ મંદિરે આવતા જોયા નથી ત્યારે તમે શું એકતાની વાતો કરો છો. અમુક સંપ્રદાયના લોકો અયોધ્યાની બાજુમાંથી નીકળીને જાય છે તેમ છતાં રામજી મંદિરે દર્શન કરવા નથી જતા. ઉલ્લેખનીય છે કે, ભગવાન સ્વામીનારાયણ એટલે કે ઘનશ્યામ પાંડેના જન્મસ્થાન છપૈયા ખાતે દર્શન કરવા જનારા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની વાત મોરારિબાપુએ આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે અમુક સંપ્રદાયના લોકો પહેલી વખત કાઠીયાવાડમાં આવ્યા ત્યારે કોઈ રોટલો પણ તેમને આપતું નહોતું ત્યારે રામજી મંદિરે તેમને ઓટલો આપ્યો હતો. વડલો સનાતનનો કહેવાય અને ભીંડો ભાદરવાનો કહેવાય આ કહેવત કહીને મોરારીબાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર નિશાન સાધ્યું હતું.


વિવાદ કેમ વકર્યો?


સ્વામિનારાયમ સંપ્રદાયના એક સંત બ્રહ્મસ્વરૂપ સ્વામીનો વિડિયો હાલ ખૂબ વાયરલ થયો છે, જેમાં તે બફાટ કરી રહ્યા છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ વધુમાં કહ્યું હતું કે, 'જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.'



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે