Morbi Bridge Collapsed : દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું પરંતુ પરિસ્થિતિ કેટલી બદલાઈ? એ વખતે 12 કલાકમાં કેસ તો થયો પરંતુ....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-30 13:46:04

30 ઓક્ટોબર 2022નોએ દિવસ 135 લોકો માટે અંતિમ દિવસ સાબિત થયો જે લોકો મોરબીના ઝુલતા પુલ પર ઉભા હતા. એક તરફ દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા તો બીજી તરફ અનેક એવા પરિવાર હતા જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવ્યા. દિવાળીનો તહેવાર તેમના માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. એક વર્ષ થયું કદાચ આપણે એ ઘટનાને ભૂલી ગયા હોઈશું, જો યાદ પણ હશે પરંતુ એટલો આક્રોશ કદાચ આપણામાં આ ઘટનાને લઈને નહીં હોય જે એ સમયે હતો. પરંતુ એ પરિવારના સભ્યો આ દિવસને ક્યારેય નહીં ભૂલી શકે જેમણે આ ગોઝારી ઘટનામાં પોતાના સ્વજનને ગુમાવ્યા હશે. 

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી - Gujarat Tak

12 કલાકની અંદર કેસ કરાયો હતો દાખલ 

મોરબી દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. એ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોના વાંકે આ દુર્ઘટના સર્જાઈ તેની હજી તપાસ ચાલી રહી છે. જે વખતે દુર્ઘટના સર્જાઈ તે વખતે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્વરીત એક્શન લેવા માટે સરકાર પર જાણે પ્રેશર કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું. મોરબી દુર્ઘટનામાં 12 કલાકની અંદર જ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્વરીત ધરપકડ તો કરી લેવામાં આવી પરંતુ તેમાંથી પાંચ લોકો હાલ જામીન પર બહાર છે. 


ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે આ મામલે સુનાવણી 

આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી. આ દુર્ઘટના પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે તપાસ ચાલી રહી છે.  આ દુર્ઘટનામાં થોડા દિવસ પહેલા જ 5000 પાનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવામાં આવી છે તે જણાવામાં આવ્યું હતું. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ મામલાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે.             

એક વર્ષ પૂર્ણ થયું પરંતુ નથી સુકાયા પરિવારના આંસુ 

જે વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી તે વખતે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર હાજર હતા. પ્રશ્ન એ વખતે પણ એ જ હતો કે કેટલા લોકો બ્રિજ પર ઉભા રહી શકે તે સંખ્યા નક્કી કરવામાં આવી ન હતી. ભીડને રોકવા માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સૌથી પહેલી અને અગત્યની વાત તો એ છે કે કોની પરવાનગીથી આ બ્રિજને લોકો માટે ખોલવામાં આવ્યો? સુરક્ષા કર્મીઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. આ ઘટનાને એક વર્ષ તો પૂર્ણ થઈ ગયું પરંતુ પરિવારને ન્યાય નથી મળ્યો, પરિવારના આંસુ હજી નથી સુકાયા...     



વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.

થોડા સમય પહેલા આચારસંહિતા ભંગ કરતા શિક્ષક દેખાયા હતા ત્યારે હવે પોલીસકર્મી આચાર સંહિતા ભંગ કરતા દેખાયા છે... મહિસાગરના કડાણા તાલુકામાં યોજાયેલી શેરી સભામાં હોમગાર્ડ કમાન્ડર દેખાયા હતા

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમ ભાવનગરના એવા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજના લોકો વધારે રહેતા હતા.

થોડા દિવસ પહેલા અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ગુજરાત આવી પોરબંદરના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે..