Morbi Bridge Collapsed : SITના રિપોર્ટમાં થયો ખુલાસો. બ્રિજ દુર્ઘટના પાછળ ઓરેવા કંપની જવાબદાર


  • Published By :
  • Published Date : 2023-10-10 16:44:29

દિવાળીના સમયે મોરબીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પૂલ તૂટી જવાને કારણે અંદાજીત 135 જેટલા લોકોના મોત થયા હતા. દિવાળીનો તહેવાર માતમાં ફેરવાયો હતો. ત્યારે આ કેસને લઈ મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ આવી ચૂક્યો છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે જે મુજબ દુર્ઘટના માટે ઓરેવા કંપની સંપૂર્ણપણે જવાબદાર છે. એસઆઈટીએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. 

Morbi Cable Bridge : મોરબીની દુર્ઘટના વિશે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

Morbi Bridge Collapse: ભગવાન રાજી નહીં હોય એટલે આ દુર્ઘટના બની, ઓરેવા  કંપનીનાં મેનેજરના નિવેદનથી લોહી ઉકળી ઉઠશે

ઓરેવા કંપની આ ઘટના પાછળ જવાબદાર 

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોય તેવો ખુલાસો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આવી ગંભીર બેદકરકારી પાછળ ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદાર છે તેવો ઉલ્લેખ રિપોર્ટમાં કરાયો છે. ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર છે.  


મોરારી બાપુએ મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈ આપ્યું હતું નિવેદન 

આ બધા વચ્ચે કથાકાર મોરારી બાપુનું એક નિવેદન આપ્યું છે. આ બધુ થયું એના પહેલા એક ઘટના ઘટી. મોરારિ બાપુએ ગઈકાલે મોરબીમાં કથા કરી તે પહેલા જે લોકોના પરિજનો આ દુર્ઘટનામાં ગુજર્યા તેમની મુલાકાત લીધી હતી. પછી કથા યોજાઈ હતી જેમાં ભાજપના સાંસદ મોહન કુંડારિયા પણ જોડાયા હતા. ત્યારે મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે હું મૃતકોના પરિવારને મળ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે અદાલતમાં જે થાય એમાં તો કોઈ કંઈ બોલી ન શકે પણ આરોપીઓ છે કે જેના પર આક્ષેપો થયા છે એના પરિવારવાળા સરખાયે દિવેળી ઉજવે એવું અમે ઈચ્છીએ છીએ. મોરારી બાપુના નિવેદન પછી વિવાદ થયો છે. મોરબી ટ્રેજડી વિક્ટિમ એસોશિયેશનના સભ્ય નરેન્દ્રભાઈ પરમારે મોરારિબાપુના આ નિવેદનને વાહિયાત ગણાવ્યું છે એવી વાતો કરવામાં આવી રહી છે. સામેની બાજુ રામ કથામાં હાજર રહેવા માટે આયોજકોએ મૃતકોના પરિવારજનોને આવવા માટે કહ્યું હતું પણ 112 મૃતકોના પરિજનો રામ કથામાં નહોતા આવ્યા. રામ કથા મામલે પણ મૃતકોના પરિજનો સવાલો ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ રામકથાનો આશય અમને સમજાઈ ગયો છે. 

મોરબી

135 લોકોના થયા હતા આ દુર્ઘટનામાં મોત 

અનેક એવા કિસ્સાઓ આપણા જીવનમાં બનતા હોય છે જેને કદાચ ભૂલવું અશક્ય હોય છે. અનેક એવી ઘટનાઓ આપણા માનસપટ પર અંકિત થઈ ગઈ હોય છે કે તેની છાપ જીવનભર આપણી સાથે રહેતી હોય છે. એવી જ એક દુર્ઘટના દિવાળી સમયે મોરબીમાં બની હતી. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ અચાનક તૂટી પડ્યો હતો. દિવાળીનો સમય હતો જેને કારણે પુલ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પુલ અચાનક પડી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આખી ઘટનાને ફરી યાદ નથી કરવી.

મોરબી

મોરબીનો તૂટી પડેલો પુલ

રિપોર્ટમાં શું કરાયો છે ઉલ્લેખ?

આ ઘટનાને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તે તપાસ કરી રહી હતી. ત્યારે આ મામલે આજે એસઆઈટીએ રિપોર્ટ જાહેર કર્યો છે અને આ ઘટના પાછળ ઓરેવા કંપની જવાબદાર છે તેવી માહિતી આપી છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદાર છે તેવો ઉલ્લેખ રિપોર્ટમાં કરાયો છે. ઘટનાની જાણ થતાં પીએમ મોદી પણ મોરબી પહોંચ્યા હતા.

પુલની મુલાકાત લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.