મોરબી દુર્ઘટના: 135 લોકોના મોત માટે જવાબદાર જયસુખ પટેલે માગ્યા આગોતરા જામીન


  • Published By :
  • Published Date : 2023-01-20 19:17:57

મોરબી બ્રીજ દુર્ઘટનાને કોણ ભૂલી શકે?, ઝુલતો પુલ તૂટી પડવાની આ ભયાનક દુર્ઘટનાને ઘટનાના કારણે 135 લોકોના મોત થયા હતા. આ ગમખ્વાર મોરબી કરૂણાંતિકા માટે જવાબદાર ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ હજુ પણ લાપત્તા છે. પોલીસ તેમને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. જો કે હવે જયસુખ પટેલે જામીન માટે અરજી કરી છે.


જયસુખ પટેલની આગોતરા જામીન માટે અરજી


મોરબી સેસન્સ કોર્ટમાં જયસુખ પટેલે કોર્ટ પાસે પોતાના આગોતરા જામીન માટેની અરજી કરી છે. આ મામલે સુનાવણી આવતીકાલે થશે. આ સંદર્ભે હવે આગામી દિવસમાં કોર્ટ શું નિર્ણય કરશે તે પણ સામે આવશે. ઉલ્લેખનિય છે કે ઓરેવાનાં મેનેજર સહિત 9 લોકોના નામ છે. 


આ 9 લોકોની થઈ છે ધરપકડ


ગત 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 130થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્રભાઈ પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખ વાલજીભાઈ ટોપિયા, માદેવ લાખાભાઈ સોલંકી, પ્રકાશ લાલજીભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતા.


હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી


હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ સરકાર અચાનક જાગી હતી અને કોર્ટે આપેલા નિર્દેષો પ્રમાણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યમાં પુલોના ઈન્પેક્શન માટે સરકારે કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં ક્ષતિગ્રસ્ત અથવા તો રિપેરિંગ માંગતા હોય તેવા પુલને તાત્કાલિક રીપેર કરવા સરકારે આદેશ આપ્યાં છે. તે ઉપરાંત આ પ્રકારના પુલ જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સિંહ ઝાલાને ચાર્જ શીટ અપાઈ છે. જ્યારે મોરબી નગરપાલિકાને ડીઝોલ્યુશનની કારણદર્શક નોટિસ અપાઈ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે