મોરબી કરૂણાંતિકા: ઝુલતો બ્રિજ તુટી પડતા 90થી વધુ લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ


  • Published By :
  • Published Date : 2022-10-30 23:13:21


મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝુલતો બ્રિજ તુટી પડતા 90થી વધુ લોકોના મોત નિપજ્યા છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મચ્છુ નદી પર બાંધવામાં આવેલ ઝૂલતો પુલ તૂટતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. માત્ર 5 દિવસ પહેલા જ નૂતન વર્ષના દિવસે જ આ ખુલ્લો મુકાયેલો બ્રિજ ધરાશાઈ થતાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 


મોરબી કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમનો નંબર જાહેર


મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.


સેનાના જવાનો મોરબી જવા રવાના


અમદાવાદ ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા મોરબી શહેરના મચ્છુ નદી પર ઝૂલતા પુલની થયેલ દુર્ઘટના માટે 1 સ્ટેશન ઓફિસર, 1. સબ ઓફિસર અને 24 ફાયરમેન સ્ટાફ સાથે બચાવ કામગીરી માટે 3 રેસ્ક્યુ બોટ સહિતનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે. મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો, આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે. 


ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી જવા રવાના


હાલ તો તંત્ર દ્વારા બચાવ અને રાહતની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોરબીની 10, રાજકોટની 8 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી જવા રવાના થઈ ચૂકી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે