Morbi : દલિત યુુવકે માગ્યો પગાર, દલિત યુવકના મોઢામાં નખાવ્યું ચપ્પલ, માર્યો ઢોર માર, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-27 14:44:23

ગુજરાતના મોરબી જિલ્લામાંથી એક એવી ઘટના આવી છે જેની ચર્ચા થઈ રહી છે. એવો આરોપ છે કે વેપારી મહિલાએ પોતાના દલિત કર્મચારી પર હુમલો કર્યો છે. તેને બળજબરીથી ચપ્પલ મોઢામાં મુકી દેવાયા અને ચપ્પલ મોઢામાં મુકીને માફી માંગવા કહ્યું. દલિત કર્મચારીએ તેની પાસે તેનો બાકી પગાર માંગ્યો હતો. પરંતુ વેપારી મહિલાએ અન્ય કર્મચારીઓ સાથે મળીને તેને માર માર્યો હતો. 

પગાર માગ્યો તો યુવકને મારવામાં આવ્યો ઢોર માર! 

ગુજરાત સહિત દેશમાં દરરોજ દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ તેમના ભાઈ સહિતના છ શખ્સોએ સાથે મળીને યુવકને ઢોર માર માર્યો હતો. આ યુવકનો વાંક માત્ર એટલો હતો કે, તેમણે તેમના 15 દિવસના કામનો પગાર માંગ્યો. નિલેશને નોકરી પર આવવાની ના કહેતા નીલેશે મહિનો પૂરો થતા પગાર માંગ્યો. 2થી 3 વાર માલિક પાસે પૈસા માંગ્યા તો પણ પગાર ના કર્યો એટલે નિલેશ ત્યાં ઓફિસ ગયો. તો તેની સાથે અમાન્વીય વર્તન કરી તેને પશુને જેમ મારવામાં આવ્યો એટલુજ નઈ તેના મોઢામાં ચપ્પલ લેવડાવ્યા વીડિયો બન્યા અને જાતિગત સતામણી પણ કરી! 



રાજ્ય બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી હોય છે!

હાલ તો મોરબી સીટીએ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 શખ્સો વિરૂદ્ધ એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત આઇપીસીની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આમાં જે રાણીબાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ તો સોશ્યલ મીડિયા પર લેડી ડોન બનીને બેઠા છે. જેટલી પણ પોસ્ટ જોઈ એ જોઇને ખ્યાલ આવ્યો કે આ બેન પોતાને ડોન બતાવવા શું શું કરે છે. તો એક યુવાનને મારવો એ તો એમની ઉપલબ્ધિ હોય ને! આ બધી ઘટનાઓ તપાસ સુઘી જ સીમિત રહી જાય છે કારણકે મધ્યપ્રદેશમાં પેશાબકાંડ હોય કે પછી ગુજરાતના નાના નાના ગામડાઓમાં માત્ર એક છોકરાને મૂછો રાખવા પર ઢોરની જેમ માર મારવાની ઘટના હોય. રાજ્યો બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી છે. કશું જ બદલાતું નથી.. 

 મોરબી: શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો છે. જોકે, આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ છે. નોંધનીય છે કે, વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો. આટલું જ નહીં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી. (તસવીર- raniba__7 ના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી)


ક્યાં સુધી ધર્મ અને જાતિના નામ પર લોકો પર કરાશે અત્યાચાર 

આ ધર્મ અને જાતિ નામના શબ્દો આપણા મગજમાં એવા ઘર કરી ગયા છે કે અહમ અને અહંકારને રોજ પોષે છે. અને છેલ્લે પીડાવું પડે છે વ્યક્તિને જે સો કોલ્ડ સોસાયટીમાં નીચી જાતિથી આવે છે. એની ભૂલ શું કે એનો જન્મ ફલાણા ધર્મના પરિવારમાં થયો કે ફલાની જાતિના પરિવારમાં થયો? આપણે મોટી મોટી વાતો કરીયે છીએ, વિશ્વ ગુરુ બનવાનાં સપનાંઓ જોઈએ છે પણ કરુણ અને ક્રૂર વાસ્તવિકતા શું છે તે આપણને પણ ખબર છે! આવા તત્વો અને આવા લોકો કેમ અને કઈ રીતે સુધરશે એ ખબર નથી પણ કોઈ પણ માણસને આ સહન ન કરવું પડે એવી આશા છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.